ચારધામ યાત્રા પૂર્ણ:નવસારીના ઓણચી ગામના યુવાનોએ બાઇક પર ચારધામ યાત્રા પૂર્ણ કરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી તાલુકાના ઓણચી ગામના આઠ યુવાનોએ દસ દિવસમાં ચારધામ યાત્રા બાઇક પણ પૂર્ણ કરી હતી. જેમાં 16મી ઓક્ટોબરે ઓણચી ગામેથી બાઇક લઈને નીકળ્યા હતા. જ્યાંથી યમનોત્રી -ગંગોત્રી ગયા બાદ કુદરતી હોનારત સર્જાતા રસ્તા તૂટી જતા તેઓએ પ્રવાસ રોકયો હતો.

ત્યારબાદ કૈલાસધામ -બદ્રીનાથની યાત્રા બાદ તેઓએ બોર્ડરના ગામ માળા ગામે બાઇક પર કુલ 4200 કિમીનું અંતર કાપ્યું હતું. યુવાનો ચારધામની યાત્રા કુદરતી હોનારત છતાં 10 દિવસમાં પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા. તેમની આ ચારધામ યાત્રા પૂર્ણ થતાં ઘરે પહોંચેલા યુવાનોને ગ્રામવાસીઓએ ઉત્સાહભેર વધાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...