વિવાદ:ભૂલાફળિયામાં યુવાનોને સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને માર્યો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ સાંસદના પુત્રના પંપ પર બનેલી ઘટના

નવસારીના ભુલા ફળિયા ને.હા.નંબર-48 પર આવેલા પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલના પુત્રના કૃષક પેટ્રોલિયમ પર સોમવારે રાત્રિના સમયે ડીઝલ ભરાવવા આવેલા યુવાનોને સિગારેટ પીવાની ના પાડતા યુવાનોએ પેટ્રોલ પંપના કર્મીઓને માર મારી તથા પેટ્રોલપંપને સળગાવી નાંખવાની ધમકી આપનારા યુવાનો સામે કાર્યવાહી કરવા નવસારી એસપીને ફરિયાદ કરી હતી. નવસારીમાં ને.હા.નંબર 48 ભુલાફળિયામાં આવેલ કૃષક પેટ્રોલપંપ પૂર્વ સાંસદના પુત્રના નામે આવેલો છે.

પેટ્રોલ પંપના મેનેજરે એસપીને અપાયેલ અરજીમાં જણાવ્યું કે કૃષક પેટ્રોલિયમના નામે નેશનલ હાઇવે નં. 48, ભુલા ફળિયામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે સોમવારની રાત્રિના અંદાજીત 1.45 વાગ્યે તેમના પેટ્રોલપંપ પર સફેદ કલરની કારમાં ત્રણ લોકો બેઠેલા હતા અને તેઓ સિગારેટ પીતા હતા.

પેટ્રોલપંપના કર્મચારીએ નમ્રતાપૂર્વક તેઓને પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની મનાઈ હોય માટે અહીં સિગારેટ પીશો નહીં એમ જણાવવા છતાં પણ કર્મચારીની વાતને ધ્યાનમાં નહીં લેતા દાદાગીરી સાથે ત્રણે જણાં ગાડીમાંથી ઉતરી કર્મચારી ઉપર હાથ ઉગામ્યો હતો. જેથી કર્મચારીઓ ગભરાઇ જઈ ઓફિસમાં આવી અન્ય કર્મચારીઓને બોલાવતા સૌ બહાર આવી રજૂઆત કરી હતી. તેઓ સાથે પણ ગાડીમાં આવનાર યુવાનોએ મારામારી કરી પેટ્રોલ પમ્પ સળગાવી દેવાની ધમકી આપી હોવાથી પગલાં ભરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...