કાર્યવાહીની માગ:MLA પર હુમલો કરનારને સજા કરાવવા યુથ કોંગ્રેસ મેદાને પડ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીએસપીને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માગ

નવસારી જિલ્લાના કોંગી ધારાસભ્યની પસાર થતી કાર પર ગુરૂવારની રાત્રિએ ચરવી ગામ પાસે બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરે કારના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપવાને પગલે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ એસપીને હુમલાખોરોની તાત્કાલિક અટક કરવાની રજૂઆત કરી હતી.

યુથ કોંગ્રેસના પ્રમુખ જય પટેલ, ફરહાન ઉસ્માની, મહમદફકીર મંગેરા, આરીફ ટીબલીયા, કોંગ્રેસ અગ્રણી ધર્મેશ માલી, એ.ડી.પટેલ, દિપક બારોટ, ફાલ્ગુની પટેલ સહિત અગ્રણીઓએ એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે 16મી ડિસેમ્બરે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ગ્રામ પંચાયનની ચૂંટણી હોય તે અતર્ગત ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી સાંજે લગભગ 10 વાગ્યાના સમયે ચરવી ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયા કેટલાક અસામાજીક અને તોફાની તત્વોએ ધારાસભ્ય અનંતભાઈ પટેલ પર ગંભીર હુમલો કરાયો હતો. આવા હુમલાખોરો બીજી વખત જાહેર જનતાને સેવક ઉપર હુમલો નહીં કરે તેવી સજા કરવા માટે અપીલ કરી હતી.

હુમલાખોરોની તાત્કાલિક અટક થાય
જનતાના સેવક ઉપર હુમલો કરનારા હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી તેમને સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરી સજા કરવા અને આવા પ્રકારની ઘટના બીજી વખત બને નહીં તે અંગેની તકેદારી રાખવા પોલીસ પ્રશાસન સામે માગ કરી છે. > જય પટેલ, પ્રમુખ, નવસારી યુથ કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...