તપાસ:દીવાદાંડીના દરિયાકિનારે યુવાન મૃત હાલતમાં મળ્યો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અજાણ્યા યુવાનનો પત્તો મેળવવા તજવીજ

જલાલપોર તાલુકાના દીવાદાંડી માછીવાડ ગામે દરિયા કિનારે એક અજાણ્યા 35થી 40 વર્ષના યુવાનની મૃત હાલતમાં લાશ મળતા જેની માહિતી સ્થાનિક ગ્રાામવાસી દ્વારા મરોલી પોલીસ મથકે આપતા વધુ તપાસ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દીવાદાંડી માછીવાડ ગામે દરિયાકિનારે મૃત્યુ પામેલી હાલતમાં એક અજાણ્યા વ્યકિતની લાશ મળી આવી છે. અજાણ્યો દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. મૃતકની ઓળખ થઇ નથી.

મૃતકની વય આશરે 35થી 40 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ 5 ઇંચ, ડાબા હાથે કાંડાથી ઉપર અને કોણીથી નીચેના ભાગે અંગ્રેજીમાં અમિત નામનું છુંદણાનું નિશાન જણાયેલ છે. અજાણ્યા મૃતકના વાલી-વારસોએ મરોલી પોલીસ સ્ટેશન ટેલિફોન નંબર (02637) 272050 , નવસારી કંટ્રોલ રૂમ (02637) 246303 પર સંપર્ક કરવા જણાવાયું છે. અજાણ્યા યુવાનની લાશની વિગત નવસારી જિલ્લાના પોલીસ મથકોએ આપી યુવાનની ઓળખ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...