અકસ્માત:ટેમ્પોએ મોપેડને અડફેટે લેતા ચાલક સહિત મહિલાને ઇજા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં પેટ્રોલ પંપ નજીક આઈસર ટેમ્પો ચાલકે એક્ટિવા સવારોને અડફેટમાં લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ મોડી સાંજે સુરત તરફથી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો (નં. જીજે-07-વાયઝેડ-9334)ને સાપુતારા પેટ્રોલ પંપ નજીક એક્ટિવા (નં. જીજે-30-બી-5633) પર સવાર ચાલક સહિત મહિલાને અડફેટમાં લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત થયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક અને મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સાપુતારા પીએચસીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...