વિવાદ:કરિયાવર ન આપતા પરિણીતાની સાસરે આત્મવિલોપનની ચીમકી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિજલપોરમાં પતિએ બીજા લગ્ન કરી લેતા વિવાદ

વિજલપોરમાં નડિયાદની યુવતીએ લગ્ન કર્યા હતા પરંતુ લગ્નનાં એક માસ બાદ શારીરિક-માનસિક ત્રાસ આપી તેણીને કાઢી મૂકી હતી. સાસરિયાઓએ તેણીનો કરિયાવર લઈ લીધો હતો તેમજ છૂટાછેડા લીધા વગર પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. આ અંગે ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. જેથી તેણીએ ન્યાય મેળવવા એસપીને ઉદ્દેશીને નવસારી એસપીને ફરિયાદ આપી હતી. જેમાં તેણીએ 10મી ડિસેમ્બરે વિજલપોર સાસરામાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.નડિયાદમાં રહેતી જાન્વીબેન ભુપેન્દ્ર ઓઝાએ શનિવારે નવસારી એસપીને ઉદ્દેશીને પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ 2014માં વિજલપોરમાં રહેતા રામ અવતાર ઓઝાનાં પુત્ર ભુપેન્દ્ર ઓઝા સાથે થયા હતા. શરૂઆતનાં 1 માસ સારી રીતે રાખ્યા બાદ તેણીને કામ બાબતે માનસિક ત્રાસ આપતા હતા અને કરિયાવર પણ લઈ લીધું હતું. બાદમાં જાન્વીબેનને ઘરેથી કાઢી મૂકી હતી. આ બાબતે પોલીસ અને કોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી કેસ ચાલે છે.

આ દરમિયાન તેમના પતિ ભુપેન્દ્રએ બીજા લગ્ન કરી લઈ અન્ય સ્થળે પત્ની સાથે ગયો છે. જાન્વીબેને કરિયાવરમાં આપેલો સામાન આપવા રજૂઆત કરી હતી પરંતુ તે ન આપતા અંતે કંટાળીને 10મી ડિસેમ્બરે તેઓ વિજલપોર સાસરે આવીને આત્મવિલોપન કરશે તેવી એસપીને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું. જો કંઈ પણ થશે થશે તો તો તેના જવાબદાર તેમના સસરા રામઅવતાર ઓઝા, સાસુ ગીતાબેન, કાકા ભગવાન ઓઝા, પતિ ભુપેન્દ્ર ઓઝા, દિયર ભાવેશ ઓઝા, નારાયણ શર્મા, નણંદોઈ નારાયણ શર્મા, નણંદ પ્રીતિ શર્મા જવાબદાર રહેશે તેવુ જિલ્લા પોલીસ વડાને આપેલી લેખિત ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...