જેઠમાં અષાઢ જેવો માહોલ:નવસારી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો, વાંસદાના વાઘાબારી ગામમાં ધોધમાર વરસાદ શરૂ

નવસારી15 દિવસ પહેલા
  • કેરીના પાકના પગલે ખેડૂતો ચિંતામાં, વરસાદે ખેડૂતોની બાજી બગાડી

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગમન થઈ ચૂક્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામ વાઘાબારી ખાતે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. આજે શનિવારે વહેલી સવારે નવસારી શહેરમાં પણ અમી છાંટણા થયા બાદ ડુંગરાળ પ્રદેશ એવા આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના ગામોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને વરસાદ આવવાની શરૂઆત થઇ છે

કેરીના પાકને પગલે ખેડૂતો ચિંતામાં

વાંસદા પંથકમાં હજી આંબા પર કેરી લટકી રહી છે અને તેનું વેચાણ કાર્ય શરૂ છે. બે દિવસથી ખેડૂતો કેરીનો ફાળ ઉતારી માર્કેટમાં મોકલાવી રહ્યા છે. તે દરમિયાન વરસાદે ખેડૂતોની બાજી બગાડી તેમ કહી શકાય. આગામી દિવસોમાં વિધિવત રીતે ચોમાસુ બેસી શકે તેવી આગાહી હાલના વાતાવરણ પરથી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...