રાહત:પૂર્ણા નદીની જળસપાટી ઘટી, તંત્ર-લોકોને હાશ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ રાહત સામગ્રીનું વિતરણ કર્યું

નવસારીમાં પૂર્ણા નદીમાં 17મી ઓગસ્ટે આવેલા પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું અને રાત્રિના સમયે પૂર્ણા પાણી ઓસરી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. નવસારીમાં મગળવારે વરસાદ નહીવત નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મંગળવારે પૂર્ણાની જળસપાટીમાં ઘટાડો નોંધાતા જળ સપાટી સાંજે 4 વાગ્યે 17.5 ફૂટે વહી રહી હતી. જયારે ભયજનક સપાટી 23 ફૂટે છે. તંત્રએ પૂરના પાણી ઓસરી ગયા બાદ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારો બંદર રોડ, ભેંસતખાડા, કાશીવાડી, દશેરા ટેકરી, સરકારી આવાસ રિંગરોડ, નવીન નગર અને વિજલપોરના નીચાણવાળા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે જઈને પાણીજન્ય રોગ ન થાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નવસારી નાં હળપતિ સમાજના યુવાનો દ્વારા દશેરાટેકરી, કાશીવાડી જેવા વિસ્તારોમાં જઈને માસ્ક અને સુકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાશીવાડીમાં હજુ પાણી ભરાયા હોય ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી હતી. જોકે બીજા દિવસે વરસાદ ન પડવાને કારણે તંત્ર એ રાહત અનુભવી હતી. નવસારીમાં પૂરનાં પાણી ઓસર્યા બાદ રિંગરોડ ઉપર આવી ગયેલી જળકુંભી પણ જેસીબી મશીન વડે ખસેડવામાં આવી હતી. હજુ પણ રિંગરોડ ઉપર પાણી ભરાયા હોય બંધ રહેતા નવસારી માં ટ્રાફિક ની સમસ્યા વકરી હતી.

અન્ય સમાચારો પણ છે...