અંબિકા નદી ગાંડીતૂર બની:અંબિકા નદીનું જળસ્તર ભયજનક સ્થળે પહોંચ્યું, જિલ્લા કલેક્ટરે ટીમને એલર્ટ કરી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ અને હાલમાં 29.85 ફૂટ પર વહી રહી છે
  • ગણદેવી તાલુકાના અનેક ગામોના લોકોને સ્થળાંતરિત કરાયા

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેધમહેર જોવા મળી રહી છે. જેને લઈ નવસારી જિલ્લાની ત્રણેય નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણાંમાં પુરની સ્થિતિ બની છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનાંતરીત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ આજે પણ ઉપરવાસમાં વધુ વરસાદને જોતા અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના છે. જેને લઈ જિલ્લા કલેક્ટર સહિતનું સમગ્ર તંત્ર ગણદેવી તાલુકામાં સંક્રિય થયું છે.

તંત્રને સહયોગ આપવા વિનંતી કરાઈ
જિલ્લામાં બે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાની એક હાલ વલસાડ છે, જે સાંજ સુધીમાં નવસારીમાં આવી પહોંચશે. તેમજ સ્થાનિક તરવૈયાઓ સાથે પણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુલાકાત કરી પુરની સ્થિતિમાં મદદરૂપ થવા સહકાર માંગ્યો હતો. કલેકટરે જિલ્લાના લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રને સહયોગ આપવા વિનંતી કરી હતી.

જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ
નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવના જણાવ્યાં મુજબ ઉપરવાસમાં વધી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી નદીઓના જળસ્તર ઉપર આવ્યાં હતા. જેમાં કાવેરી અને પૂર્ણ નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે પરંતુ ગણદેવી તાલુકામાંથી વહેતી અંબિકા નદીના જળસ્તરમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે પરંતુ હાલમાં નદી 29.85 ફૂટ પર રહી રહી છે. જેને લઇને સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર ગણદેવી તાલુકા ઉપર નજર રાખી બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...