ન્યાય મંદિરની દીવાલ પર પ્રચાર:ગણદેવી ન્યાયાલયની દીવાલો પર રાજકીય પાર્ટીએ કરેલા પ્રચાર પર વ્હાઈટ વોશ કરાયો

નવસારીએક મહિનો પહેલા

રાજકીય પક્ષો પ્રચાર માટે જાહેર સ્થળ ઉપર પોસ્ટર કે રંગરોગાન કરે છે પણ સરકારી કે ન્યાય પાલિકા કચેરી પણ પક્ષનો પ્રચાર કરવું કેટલું યોગ્ય છે તેની ચર્ચા ગણદેવી નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

આચારસંહિતા જાહેર થાય તે પહેલા ગણદેવી ન્યાયાલય ના કમ્પાઉન્ડની દીવાલો ઉપર ભારતીય જનતા પાર્ટીના ચિન્હો અંકિત કરવામાં આવ્યા હતા.જેથી સંભવિત રીતે કોર્ટના ધ્યાને આવતા ભાજપના નિશાન કમળને તાત્કાલિક વાઈટ વોશ કરવામાં આવ્યું હતું.ચૂંટણીને હવે ગણતરીના દિવસો હોવાથી રાજકીય પાર્ટીઓ બુલેટ ગતિએ પ્રચાર કરી રહ્યા પણ કોર્ટ કચેરી પર કઈ રીતે પ્રચાર કરી શકાય તે વિચાર માંગી છે ત્યારે કોર્ટના ધ્યાને આવતા તાત્કાલિક દીવાલ પરથી પ્રચારનું લખાણ દૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...