નુકશાન:નવસારીમાં બે સ્થળે જર્જરિત ઇમારતની દીવાલ ધસી પડી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં ઘણા દિવસ બાદ મેઘરાજાએ પોતાની મહેર કરી હતી જેમાં તા.4 જુલાઈનાં રોજથી સાંજે 7 વાગ્યા બાદ પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ફાયર બ્રિગેડ અને જીઇબીનાં કર્મચારીઓ આવીને વાયરો સરખા કરી વીજ પુરવઠો ચાલુ કર્યો હતો

પ્રથમ બનાવમાં તા. 4 જુલાઈ નાં રોજ રાત્રી નાં 10 વાગ્યાનાં આસપાસ મોઠવાડ ખાતે જશન એપાર્ટમેન્ટની સામે રહેતા મહેશ ગોવાનભાઈ રાણાની ઘરની ત્રીજા માળે આવેલ ગેલેરી તૂટી પડી પડી હતી. દીવાલ તૂટવાથી કોઈ ને ઈજા થઈ ન હતી, પણ ત્યાંથી પસાર થતા વીજ વાયરો તૂટી પડ્યા હતા. કોઈ દુર્ઘટનાનું નિર્માણ ન થાય તે માટે વિપક્ષ નેતા અંજુમ શેખે ઘટના સ્થળે આવી તુરંત નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને લઈને ફાયર બ્રિગેડ અને જીઇબીનાં કર્મચારીઓ આવીને વાયરો સરખા કરી વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.જ્યારે તા.5મી જુલાઈનાં રોજ બપોરે ૩ વાગ્યાનાં સુમારે ગોલવાડ પોલીસ ગેટની પાછળ આવેલ બેન્કોર ભુવન મહુવાવાળા નામની જર્જરિત ઈમારતની પ્રથમ માળે આવેલ દીવાલ ધસી પડી હતી. આ ઈમારત જર્જરિત હોય નવસારી પાલિકા દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી હતી પણ ઈમારત રિપેર ન કરવાતા અંતે ચોમાસાનાં પ્રથમ વરસાદે દીવાલ ધસી પડી હતી. જો કે કોઈ જાનહાની થઇ ન હતી. નવસારી ફાયર બ્રિગેડનાં જવાનોએ આવીને ધસી પડેલ દીવાલનાં મલબાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...