તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:કબીલપોર-ચોવીસીના વોર્ડ-5 ની જીત આદિવાસી નક્કી કરશે

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવરચિત આ વોર્ડમાં કુલ 17969 મતદારોમાં પુરુષ મતદાર 9124 અને સ્ત્રી મતદાર 8844 છે
 • આદિવાસી મતદારોની સંખ્યા સૌથી વધુ, પાટીદાર, અનાવિલ, આહિર, કોળી, જૈન, મારવાડી પણ નિર્ણાયક

પાલિકાનો વોર્ડ-5 માં સામેલ વિસ્તાર નવસારીના યા વિજલપોરનાં કોઈ વિસ્તારમાં ન હોવા છતાં નવસારી-વિજલપોર નગરપાલિકાનો ભાગ બન્યો છે. આ વોર્ડમાં અગાઉ ગ્રામ પંચાયતનો ભાગ રહેલ અને ગત વર્ષે નવરચિત નગરપાલિકામાં સમાવાયેલ સમગ્ર કબીલપોર અને ચોવીસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં જાતિની દ્રષ્ટિએ જોઈએ તો વધુ મતદારો આદિવાસી છે.જેમાં હળપતિ, ધોડિયા પટેલ વગેરે છે.આ ઉપરાંત પાટીદાર પણ છે.જેમાં સ્થાનિક પાટીદાર ઉપરાંત સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતના પાટીદાર પણ છે. વોર્ડમાં અનાવિલ, આહિર, જૈન, કોળી, મારવાડી-રાજસ્થાની વગેરે મતદાર પણ છે.

વોર્ડ-5માં કુલ મતદાર 17969 છે,જેમાં પુરુષ મતદાર 9124 અને સ્ત્રી મતદાર 8844 છે.આ વોર્ડમાં કબીલપોર અને ચોવીસી બે વિસ્તાર છે, જેમાં પણ કબીલપોરના મતદાર 70 ટકાથી વધુ છે.ચોવીસીના પ્રમાણમાં ઓછા મતદાર છે. અહીં ઉલ્લેખનીય છે કે નવી નગરપાલિકામાં જે 8 ગામ સમાવાયા છે તેમાં અન્ય 6 ગામોને નવસારીના કોઈ વિસ્તાર સાથે નવા વોર્ડ બનાવાયા છે,જ્યારે આ એક જ વોર્ડ છે જેને 2 ગામોનો જ અલાયદો વોર્ડ બનાવાયો છે.

કબીલપોર અલાયદી પાલિકા બનનાર હતી
આજથી 5 વર્ષ અગાઉ કબીલપોરની વસતિ 15 હજારને વટાવી દેતા કબીલપોરને અલગ જ નગરપાલિકાનો દરજ્જો મળનાર હતો, તૈયારી પણ શરૂ થઈ હતી પરંતુ પાલિકાની વસતિનું ધારાધોરણ 15 હજારથી વધારી 25 હજાર થઈ જતા પાલિકા બની શકી ન હતી. હવે કબીલપોર અલાયદી પાલિકા તો ન બની પણ નવસારી પાલિકામાં ભળી ગયું છે.

ભાજપ, કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત
ભાજપે જે 4 ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં મુકેશ અગ્રવાલ, લોકેશ આહિર, જયશ્રીબેન પટેલ અને હેમલતાબેન પટેલ (ગાંધી)નો સમાવેશ થાય છે. કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે તેમાં મનિષાબેન હળપતિ, પદમાબેન ગરાસિયા, સંકેતસિંહ ગોહિલ અને ભાવિન લાડ છે.

જેવું વાવશો તેવુું લણશો સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

ઉજળી છબી ધરાવતો ઉમેદવાર જરૂરી
ઉમેદવાર કોઈપણ જ્ઞાતિ, પક્ષનો નહીં પણ પોતાની લોકચાહના ધરાવતો હોવો જોઈએ. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કામ કરતો હોવો જોઈએ. કોઈનું પણ કામ લઈ તેમની પાસે જાય તેને સ્વાર્થ વગર કરવું જોઈએ. પારદર્શી અને ઉજળી છબી ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. પાયાના વિકાસના કામોને કરવા મારો નહીં પણ સૌનો સાથે લઈ ચાલે તેવા ઉમેદવારની માંગ છે. - ઉમેશ પટેલ, બિઝનેસમેન, ચોવીસી

ભ્રષ્ટાચાર દૂર કરે તેવો ઉમેદવાર સર્વમાન્ય
કોઈપણ પક્ષ હોય કોઈ પણ જ્ઞાતિનો ઉમેદવાર હોય પણ સૌના કામો કરવા જોઈએ. સોસાયટીમાં કોઈપણ કામ હોય તે સ્વાર્થ વગર કરે તેવા જોઈએ. સરકારની યોજના અંગે જે પણ નાણાંકીય સહાય આવે તેનો લાભાર્થીઓને મદદ થાય કે કેમ તે પણ જોઈને સૂચનો આપે તેવો હોવો જોઈએ. ભ્રષ્ટાચાર ને દૂર કરે તેવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારની જરૂર છે. - કલ્પેશ ચૌહાણ, કોન્ટ્રાકટર, આનંદ પાર્ક, કબીલપોર

જ્ઞાતિ કે પક્ષ નહીં પણ સાચો સેવક અનિવાર્ય
ઉમેદવાર કોઈ જ્ઞાતિ કે પક્ષ આધારિત ન હોવો જોઈએ પણ સાચો સેવક હોવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાની માહિતી આપી જે લાભાર્થીને પહોંચાડે તેવા હોવા જોઈએ. કોઈપણ કામ મામા-માસીના નહીં પણ સૌના કરે તેવા હોવા જોઈએ. વ્યવહારમાં પણ સારા હોવા જોઈએ. બધાના કામ કરે તેવા બાહોશ અને રજૂઆત કરતા યુવા ઉમેદવારની જરૂર છે. - પુષ્પા મિત્તલ, ગૃહિણી, સુમંગલ સોસાયટી, કબીલપોર

​​​​​​​વાયદા પૂરા કરી શકે તેવા ઉમેદવારની જ પસંદગી
ઉમેદવાર કોઈપણ પક્ષ કે જ્ઞાતિ આધારિત નહીં પણ જે લોકોના કામ કરે તેવા અને અડધી રાત્રે પણ કામ માટે કહે તેવા ઉમેદવારની જરૂર છે. એક વખત જીત્યા બાદ પોતાના વાયદા પુરા ન કરી શકતા હોય તેવા ઉમેદવાર ન હોવા જોઈએ. ઉમેદવાર ગ્રેજ્યુએટ,યુવા અને સરકારી યોજનાઓ અને વિભાગોની માહિતી રાખતા હોવા જોઇએ. - રાજેશ સોની, બિઝનેસમેન, રાધાકૃષ્ણ સોસાયટી, કબીલપોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો