વેરા વધારાનો વિરોધ:નવસારીના ઉદ્યોગનગર સંઘે વિજલપોર પાલિકાના 45થી 65 ટકા વેરા વધારાનો વિરોધ કર્યો

નવસારી19 દિવસ પહેલા
  • ઉદ્યોગનગર સંઘની પોતાની સફાઈ, પાણી, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજની વ્યવસ્થા
  • પોતાની માલિકીની સંપૂર્ણ સુવિધા હોવા છતાં વધારો કરાતાં વેપારીઓમાં રોષ

નવસારીના વિજલપુર વિસ્તારમાં વર્ષ 1959થી ઉદ્યોગનગર સંઘની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 108 જેટલા મોટા અને 165 જેટલા નાના યુનિટ મળીને વેપાર ધંધો કરે છે. પહેલા આ વિસ્તાર વિજલપોર વર્ગની નગરપાલિકામાં સમાવિષ્ટ હતો, જેમાં નજીવો વેરો ભરવો પડતો હતો. પરંતુ હાલમાં વિતરણ થતાં સમગ્ર વિસ્તારનો નવસારી વિજલપોર અ વર્ગની નગરપાલિકામાં સમાવેશ થયો છે. જેમાં વેરામાં 42થી 65 ટકા સુધીનો વધારો ઝીંકાતા વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.

ઉદ્યોગનગર સંઘનું પોતાનું સફાઈ પાણી સ્ટ્રીટલાઇટ ડ્રેનેજની વર્ષોથી વ્યવસ્થા છે. જેમાં તેઓ સમગ્ર કામગીરી માટે જાતે ખર્ચ ઉઠાવે છે છતાં પણ પાલિકાએ તેમના પર મસમોટો વેરો વધારો ઝીંકતા વેપારીઓએ આ સમગ્ર મામલે વેરો ઘટાડવા માટેની માંગ કરી છે. ઉદ્યોગનગર સંઘના પ્રમુખ જીતેન્દ્ર પનસારાના જણાવ્યા મુજબ અમે વેપારીઓ જાતે વર્ષોથી સફાઈ, ડ્રેનેજ, પાણી, રોડ-રસ્તા, સહિતની પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા કરીએ છે. ત્યારે નવસારી વિજલપોર પાલિકાએ 42 થી 65 ટકા વેરો વધારતા અમને તે માન્ય નથી, જેથી ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારીઓ આનો વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...