9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન. આ દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતના ઉજવણી કરે છે. ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે આશરે 1 કરોડ વસ્તી ધરાવતાં આદિવાસીનાં જુદાં જુદાં સમુદાય આવેલાં છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
આદિવાસીઓને પ્રકૃતિ પૂજક પણ ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, રહેઠાણ પહેરવેશ જુદાં જુદાં છે. અંબાજી થી લઈ ડાંગ ઉમરગામ સુધી આદિવાસીઓની વસ્તી વિસ્તરેલી છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ડાંગ જિલ્લામાં આવેલી છે. અહીં 98 ટકા આદિવાસીઓ વસે છે. ડાંગ નાં આદિવાસીઓની બોલી મરાઠી અને ગુજરાતી ભાષાની મિક્સ બોલી કહેવાય છે. જેને ડાંગી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે. તેઓ વર્ષોથી પ્રકૃતિ ઉપર નિર્ભર રહેતાં આવ્યાં છે. પકૃતિ સાથે રહી પ્રકૃતિની પૂજા કરે છે. જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતાં આદિવાસીઓ હવે મુખ્ય ધારા સાથે સંકળાયેલા છે. તેઓની રહેઠાણ અને પહેરવેશ ક્યાંક બદલાયેલો છે પરંતુ તેઓની વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે. આદિવાસીઓના વર્ષમાં અનેક તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતાં રહે છે.
ડાંગનાં આદિવાસીઓનું ડાંગી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય વગેરે આ દરેક નૃત્ય કે કથામાં તેઓ પોતાના જાતે બનાવેલાં સંગીત વાદ્યો નો ઉપયોગ કરે છે. જેમાં થાળી વાદ્ય પણ ખુજ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે. લહાન બરડાં ગામનાં થાળી વાધક શિવાભાઈ લહરે જણાવે છે કે તેઓ નાં બાપ દાદા થી ચાલી આવેલ પરંપરા ને તેઓએ જાળવી રાખી છે અને આદિવાસીઓ નાં પ્રસંગોપાત થાળી વાદ્ય વગાડવું જ પડે છે.પ્રકૃતિ પૂજક અને જળ જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસીઓ માટે આજનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે
જેમાં નવસારી જિલ્લામાં આજે દક્ષિણ ગુજરાત ના આદિવાસીઓ ભેગા થઈને સમાજ ને સંગઠિત કરવાની વાત અને આદિવાસીઓ પર થયેલા અન્યાય સામે એકજુથ થવાનું આહવાન કર્યું છે અને વિશ્વ આદિવાસી દિન ની વેશભૂષા અને નૃત્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંસદા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી નેતા અને કોંગ્રેસ માંથી ચૂંટાયેલા વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પણ વાઝીંત્રો ના તાલે ઝૂમી ઉઠયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.