• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Tribal Community From Ambaji To Umragam Still Worships In A Unique Way, Walking On Embers, Connected With Traditional Traditions

આસ્થા અકબંધ:અંબાજીથી ઉંમરગામ સુધી વસેલો આદિવાસી સમાજ આજે પણ રૂઢિગત પરંપરાઓથી જોડાયેલો, અંગારા પર ચાલીને અનોખી રીતે ભક્તિ કરે છે

નવસારી14 દિવસ પહેલા
  • નવસારીના ખેરગામમાં દિવાળી બાદ માવલી માતાની પૂજા કરવામાં આવે છે
  • આ પૂજામાં આદિવાસીઓ અગ્રિન ઉપર ચાલીને કે ધગધગતા કોલસાને મોમાં રાખી નૃત્ય કરે છે

નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ નિવાસ કરે છે જેમાં તેઓ પોતાના વર્ષો જુના તહેવાર, રીતરિવાજ, લગ્ન મરણ જેવા પ્રસંગો એ પોતાની રૂઢિગત સંસ્કૃતિનું અનુકરણ આજે પણ કરે છે. દેશ દુનિયા ટેક્નોલોજીની હરણફાળમાં આગળ વધે પણ આદિવાસી સમાજ આજે પણ પ્રકૃતિ પૂજક અને પ્રકૃતિમા શ્રદ્ધા રાખનારો રહ્યો છે.

ખેરગામમાં દિવાળી બાદ માવલી માતાની પૂજા કરવામાં આવે છે. જેમાં અગ્રિન ઉપર ચાલીને કે ધગધગતા કોલસાને મોમાં રાખી નૃત્ય કરવું એ માતાજીની આસ્થાનો એક ભાગ માનવામાં આવે છે. આ કાર્યમાં કોઇ પણ વ્યક્તિને અગ્ન થી દાઝતા નથી શ્રદ્ધાં અને વિજ્ઞાન સમન્વય સાથે આ પૂજા આજે પણ એટલીજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક કરવામાં આવે છે.

આદિવાસી સમાજની કુળદેવી માવલી માતાના દરબારમાં સમાજના યુવાનો પરંપરિક વધ્યો પર અંગારા પર ધુણવા અને પરંપરિક વધ્યો પર નૃત્ય કરે છે. દિવાળી બાદ ડાંગરની કાપણી કરીને આ ધાન્યને માતાજી આગળ ધરાવવામાં આવે છે. ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે અને આ પૂજા 5 વર્ષમાં એક વખત કરવામાં આવે છે.

માવલી માતાની પૂજામાં નવસારી, ડાંગ તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોના આશરે 2 હજાર જેટલા આદિવાસીઓ ભેગા થાય છે. ખેતીમાં અનાજ ન પાકવુ સાથે પારિવારિક સમસ્યાઓના નિવારણ માટે માવલી માતાની પૂજા અને આરાધના કરવામા સાથે બાધા પણ લેવામાં આવે છે. જેમાં દિવાળી બાદ મંદિરમાં કાર્યક્રમ રાખમાં આવે છે જેમાં તમામ લોકો વર્ષોથી ચાલી આવતી પરમ્પરા મુજબ પૂજા કરીને ધન્યતા અનુભવે છે.

સામન્ય રીતે ધગદગતા અંગારા પર ચાલવું એ વિચાર પર કંપારી છોડાવી દે ત્યારે આ આદિવાસી સમાજના યુવાનો માતાજીના નામ પર અંગરાઓને ટાઢા કરી નાખે છે. આછવણી ખાતે આવેલા મંદિરમાં જેમણે પૂજાનું આયોજન કર્યું છે તેવા મંગુભાઈ બડાગીયાના જણાવ્યા મુજબ, આદિવાસી સમાજ જે ફળ શાકભાજી કે ધાન્ય પકવે છે તે સૌ પ્રથમ માવલી માતાજીને ધરાવે છે અને ત્યારબાદ તે આરોગવામાં કે વેચવામાં આવે છે ત્યારે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા તેમના બાપદાદાના સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહેવા પામી છે અને આજના યુવાનો પણ તેમની સંસ્કૃતિ માં વિશ્વાસ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...