• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Train Stopped Due To The Lockdown Was Completely Stopped, The Business Class Going Up And Down From Navsari To Surat In The Afternoon Got Stuck.

વેપારીઓ માટે ટ્રેન ક્યારે.?:લોકડાઉનથી બંધ થયેલી ટ્રેન સદંતર બંધ, બપોરે નવસારી થી સુરત અપડાઉન કરતો વેપારી વર્ગ અટવાયો

નવસારી8 દિવસ પહેલા
  • 5 હજાર જેટલા વેપારીઓ ટ્રેન શરૂ ન થતાં પ્રભાવિત થયા

નવસારીથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો રોજગારી રળવા માટે વર્ષોથી સુરત જાય છે. રેલ્વે એ પાસહોલ્ડરો માટે લાઈફ લાઈન સમાન બની છે પરંતુ લોકડાઉનથી કેટલીક ટ્રેનો બંધ થતા વર્તમાન સુધી શરૂ થઈ શકી નથી. જેને કારણે બપોર બાદ સુરત જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 5 હજાર જેટલા વેપારીઓ ટ્રેન શરૂ ન થતાં પ્રભાવિત થયા છે. પરંતુ આ લોકોનો અવાજ રેલ અધિકારીઓના કાન સુધી પહોંચતી નથી.

મહિધરપુરાનું હીરા બજાર બપોરે ખૂલે છે
સુરતના મહિધરપુરા માં આવેલી હીરા બજાર બપોર બાદ ઉઘડે છે. જેથી વેપારીઓ અગાઉ 12 વાગ્યે નવસારી આવતી વિરાર સુરત શટલમાં પ્રવાસ કરતા હતા, પરંતુ રેલવે વિભાગે લોકડાઉનથી વિરાટ શટલને કાયમી ધોરણે બંધ કરતાં વેપારીઓએ અત્યંત મોંઘી ખાનગી વાહન કે બસ દ્વારા સુરત જવા મજબૂર બન્યા છે.

રજૂઆત વાંઝણી પુરવાર થઈ
આ સમગ્ર હાલાકીને લઈને ધારાસભ્યથી લઈને રેલવેના જે તે ઝોનલ મેમ્બર સહિત DRM ને રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ વેપારીઓની માંગ અંગે કોઈ ઉકેલ મળ્યો નથી.

હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
રેલવે કમિટીના મેમ્બર સંજય શાહ એ જણાવ્યું છે કે આશરે ચારથી પાંચ હજાર જેટલા વેપારીઓ બપોર બાદ સુરત જતા હોય છે, તેમને યોગ્ય સમયે ટ્રેન શરૂ ન થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે રેલ મંત્રી દર્શના જરદોશ પાસે સમય માંગવામાં આવ્યો છે. તેમને સમગ્ર હકીકત રૂબરૂ જણાવીને ટ્રેન શરૂ થાય તે માટે માંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...