તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારંપરિક હોળી:ડાંગ જિલ્લામાં ઉજવાતી હોળીની પરંપરા આજેય અકબંધ, રાજાનાં હુકમ બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે

ડાંગએક મહિનો પહેલા
  • ગયા વર્ષે હોળી પહેલાં રાજાનું કંગન ખોવાઇ જતાં લિંગા સ્ટેટનાં લિંગા અને ખડકવહળી ગામે ગયા વર્ષે હોળી મનાવાઈ નહોતી
  • આ વર્ષે કોરોનાં મહામારીના કારણે સાદાઈપૂર્વક હોળી ઉજવણી કરવા આવી

ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ માટે હોળી મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. જ્યારે ગયા વર્ષે હોળી પહેલાં રાજાનું કંગન ખોવાઇ જતાં લિંગા સ્ટેટનાં લિંગા અને ખડકવહળી ગામે ગયા વર્ષે હોળી મનાવવામાં આવી નહોતી, જ્યારે આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતાં હોળીની ઉજવણી સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાનાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે. ડાંગીઓ હોળી તહેવાર આનંદ અને ઉલ્લાસભેર ઉજવે છે. આ વર્ષે કોરોનાં મહામારીના કારણે ભીડ એકત્ર ન કરી સાદાઈપૂર્વક હોળી ઉજવણી કરવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતુ.

ગયા વર્ષે કોરોનાં મહામારી પહેલાં હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે ડાંગના બે ગામડાઓમાં હોળી ઉજવણી કાર્યક્રમ થઈ શક્યો નહતો. ગયા વર્ષે લિંગા અને ખડકવહળી ગામે હોળી તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. લિંગા ગામનાં રાજવી પરિવારનું પંચધાતુનું કંગન ખોવાઈ ગયું હોવાનાં કારણે આ બે ગામમા હોળી ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

રામાયણ કાળના જનકરાજનું પંચધાતુનું કંગન ચમત્કારિક મનાય છે.
જેની પુજા વિધિ બાદ જ ગામમાં કોઈપણ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લિંગા ગામનાં રાજવી છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશીનું પંચધાતુંનું કંગન કોઈક શખ્સ ચોરી જતાં રાજા દ્વારા કંગન જ્યાં સુધી પાછું ન મળે ત્યાં સુધી હોળી ન પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. પંચધાતુની પુજા વિધિ બાદ તહેવારની ઉજવણી કરાય છેકંગનની શોધખોળ માટે રાજા સહિત ગ્રામજનો કામે લાગ્યાં હતાં. જેમાં, રાણી ઉપર આરોપ પ્રત્યારોપણ પણ થયા હતા. જેનાં કારણે રાજાને જેલનાં સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો. જોકે, હોળી તહેવારનાં ઘણાં દિવસો બાદ આ કંગન મળી ગયું હતું. હવે રાજા પોતાના ગ્રામજનો દ્વારા પંચધાતુની પુજા વિધિ બાદ તહેવારની ઉજવણી કરે છે. અને આ વર્ષે પણ કંગનની પુજા બાદ રાજાએ હોળીની ઉજવણી કરી હતી.

હોળી તહેવાર ડાંગીઓ માટે ફક્ત રંગોળી રમવા માટે નો જ નહીં પરંતુ. આસ્થા અને માન્યતાઓનો તહેવાર છે. હોળીને 5 દિવસ સુધી સળગતી રાખવામાં આવે છેડાંગીઓ મન ભરીને આ તહેવારની ઉજવણી કરે છે. લોકોની પોતાની માન્યતાઓ પૂર્ણ થાય તો તેઓ ખુશ થઈ હોળીને વધાવે છે. આદિવાસી પરંપરા મુજબ નાચગાન અને પુજા વિધિ થાય છે. હોળીને 5 દિવસ સુધી સળગતી રાખવામાં આવે છે. જેને સ્થાનિક ભાષામાં પાચકા તરીકે ઓળખવામાં આવે છે. પાચકા દરમિયાન ગામનાં પુરુષો રોજરાત્રીએ હોળી પ્રગટાવેલા સ્થાને હોળીની રખવાળી કરે છે.

311 ગામડાઓમાં સાદાઈ પૂર્વક હોળી પ્રગટાવવામાં આવી
કોરોનાં મહામારીનાં કારણે ડાંગ પ્રસાશન દ્વારા હોળીની સાદાઈ પૂર્વક ઉજવણી માટે ગામનાં આયોજકોને સૂચનો આપ્યાં છે. કોરોનાં મહામારીને ધ્યાને લેતાં ડાંગ જિલ્લાની પ્રજા 311 ગામડાઓમાં સાદાઈ પૂર્વક હોળી પ્રગટાવી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ તેઓ વાટી, પાપડી વગેરેની પુજા વિધિ કરી તેઓ ઢોલ નગારાં સાથે રાજાને તેડવા જાય છે ત્યારબાદ રાજાનાં હુકમ બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે અને રાજા પોતાની તલવારથી હોળીનો ખાભ તોડે જે બાદ દરેક ગ્રામજનો ખાભની ભસ્મ માથે લગાવે છે.

રાજાનાં હુકમ અને રાજાની પુજા વિધિ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે
રામાયણ કાળનું જનક રાજાનાં પંચ ધાતુનાં કડાની પુજા વિધિ કરીને ગામમાં હોળી પ્રગટાવે છે. ગતવર્ષે જનક રાજાનું કડું ખોવાઈ ગયું હોવાનાં કારણે હોળીનો ઉત્સવ મોકૂક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે કડું મળી ગયું હોવાનાં કારણે સૌ ગ્રામજનો પુજા વિધિ કરીને હોળીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે. રાજાઓના સમયકાળથી ચાલી આવતી પ્રથાને તેઓએ જાળવી રાખી છે તેઓ ગામનાં આગેવાન હોવા છતાંય પ્રથમ રાજાનાં હુકમ અને રાજાની પુજા વિધિ બાદ તેઓ હોળી પ્રગટાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો