તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:ખેડૂતોનો સજીવ ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસાયણ ખાતરે જમીનનું સ્વાસ્થ્ય બગાડ્યું

છેલ્લા 50 વર્ષથી રાસાયણ ખાતરોના વધુ પડતા ઉપયોગથી ખેતી લાયક જમીનનું સ્વાસ્થ્ય ખરાબ થયાના ઘણા પુરાવાઓ મળેલ છે. ખેડૂતો દ્વારા ભલામણ કરતા પણ વધુ રાસાયણીક ખાતરોનો ઉપયોગ કરતા જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરીયા તથા અળસીયાની સંખ્યા ઘટવા પામી છે. જેના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે અને ખેડૂતોની ઉપજ પણ ઘટે છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ જ નીચુ જતું રહ્યું છે. જે ખેડૂતો માટે એક ચેતવણી સમાન છે.આવનારી પેઢી માટે ખેતી લાયક જમીન છોડી જવા માટે હાલથી જ ખેડૂતોએ કુદરતી ખેતી તથા સજીવ ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે. આ માટે સરકાર દ્વારા પણ વારંવાર નીતિઓ બનાવવામાં આવી રહી છે તથા ખેડૂતોને ભલામણો કરવામાં આવી રહી છે.

રાસાયણીક ખાતરનો નહીવત વપરાશ કરી ઓર્ગેનિક ખેતી તરફ વળવાના જુદા-જુદા રસ્તાઓ શોધવામાં આવી રહ્યાં છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ચિરાગ દેસાઇ વધુમાં જણાવે છે કે, વર્તમાન સમયમાં ખેડૂતો તથા ગ્રાહકો બન્ને ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા જાગૃત થયા છે. ભારતના બજારોમાં હવે ઓર્ગેનિક ફળો, શાકભાજી તથા અનાજનું આગમન થઇ ગયું છે અને ગ્રાહકો આવા ઉત્પાદનોના ઉભા ભાવ પણ ચૂકવી રહ્યાં છે. જેથી ખેડૂતોને સારૂ વળતર મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો