તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં વરસાદી ગટરમાં ટેમ્પો ફસાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ બાજુમાં વીજ કંપનીનો થાંભલો આવ્યો હોય તાત્કાલિક વીજ સપ્લાય બંધ કરાવી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા થઇ નહીં હોવાની માહિતી મળી છે.
નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ સામે સચી ઓર્કેડમાં કેમિકલ પાવડરની બોરીનો જથ્થો ભરેલો ટેમ્પો આવ્યો હતો. આ ટેમ્પો (નં. જીજે-19- યુ-0434)ના ચાલકે સાઈડ પર મુકતા વરસાદી ગટરનો સ્લેબ જમીન દોસ્ત થતા ફસાઈ ગયો હતો. આ સ્લેબ તૂટતા ટેમ્પો એક સાઈડ પર ધસી પડતાં ધમાકેદાર અવાજ આવતા દોડધામ મચી ગઈ હતી અને લોકટોળા ભેગા થયા હતા. વરસાદી ગટરનો સ્લેબ જમીનદોસ્ત થતા ટેમ્પો ફસાઈ ગયો હતો.
આ ઘટના બનતા શહેરમાં વાયુવેગે અફવાનો માહોલ સર્જાયો હતો કે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે. જોકે સદનસીબે આ ટેમ્પોને બાજુમાં આવેલ જીઇબીની ડીપીનાં પોલનો આધાર મળતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ઘટના બનતા તાત્કાલિક કેમિકલ પાવડરની બોરીઓ ટેમ્પોમાંથી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ જીઈબીનો સંપર્ક કરી વીજપુરવઠો બંધ કરાવ્યો હતો અને ક્રેઈનની મદદથી ફસાતા ટેમ્પોને બહાર કઢાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.