• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Temple With The Only Mustache Statue Of Ram Lakshman In Yatradham Unai Is Dilapidated But The Tourism Department Is In A Deep Sleep.

મંદિરના વિકાસમાં પણ અન્યાય:યાત્રાધામ ઉનાઇમાં એકમાત્ર મૂછવાળા રામ-લક્ષ્મણની પ્રતિમા ધરાવતુ મંદિર જર્જરિત હોવા છતાં ટુરિઝમ વિભાગ ઘોર નિંદ્રામાં

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ મંદિર પરિસરમાં આવેલ ભગવાન શ્રીરામનું જર્જરિત અવસ્થામાં મંદિર દ્રશ્યમાન થાય છે. - Divya Bhaskar
ઉનાઈ મંદિર પરિસરમાં આવેલ ભગવાન શ્રીરામનું જર્જરિત અવસ્થામાં મંદિર દ્રશ્યમાન થાય છે.
  • ઉનાઇ માતાજી મંદિર પરિસરમાં વર્ષ-1887માં વાંસદાના મહારાજા પ્રતાપસિંહ ગુલાબસિંહે ભગવાન રામનું મંદિર બનાવ્યા બાદ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી

વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરનું ભવ્ય નિર્માણ તો સરકારે કર્યું છે પરંતુ મૂંછવાળા રામ-લક્ષ્મણનું ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં ટુરિઝમ વિભાગ ઓરમાયું વર્તનને કારણે અનેક રામ ભક્તોની લાગણી દુભાઈ છે.ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં વર્ષ-1887માં વાંસદાના મહારાજા પ્રતાપસિંહ ગુલાબસિંહે ભગવાન રામનું મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં રામ-લક્ષ્મણની મૂંછવાળી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. સ્થાનિક ભક્તોના કહેવા પ્રમાણે મૂંછવાળી મૂર્તિ ભારતમાં બીજા કોઈપણ મંદિરમાં નહીં જોવા મળે. આ રામજી મંદિર છેલ્લા 12 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે.

સરકારે કરોડોના ખર્ચે ઉનાઈ માતાજીના મંદિરનું નવનિર્માણ તો કર્યું પરંતુ પરિસરમાં આવેલા આ ઐતિહાસિક રામ મંદિરનું નવનિર્માણ કરવાનુ તંત્ર દ્વારા ભુલાઈ ગયું. આ રામ મંદિરને પણ અદ્યતન બનાવવાની માંગણી પુન: શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ દેશ-વિદેશમાં ખુબ જ પ્રચલિત છે. અહીં આવેલું ઉનાઈ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જે ગુજરાત ટુરિઝમ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયું છે પરંતુ ટુરિઝમ બોર્ડ દ્વારા માતાજીના મંદિર પરિસરમાં આવેલું ભગવાન રામના મંદિરનો વિકાસ કરવામાં ટુરિઝમને રસ નહીં હોય એમ લાગી રહ્યું છે.

જેને લઈ આ મંદિર જર્જરિત થઈ ગયું હોવા છતાં આજસુધી કોઈ નક્કર કામગીરી કરાઈ નથી. જેથી રામભક્તોની લાગણી દુભાઈ રહી છે. અહીં રામાયણ સાથે જોડાયેલી દંતકથા પ્રમાણે વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અહીં પધાર્યા હતા. તે દરમિયાન તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે સીતા માતાએ સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન રામે જમીનના પેટાળમાં બાણ મારતા જમીનમાંથી ગરમ પાણીના ઝરા ફૂટયાં હતા. સીતામાતાએ સ્નાન કરીને ‘હું નાઈ’ એમ બોલ્યા હોવાનું કહેવાય છે. એ શબ્તાદ પરથી ઉનાઈ નામ પડયું હોવાનું મનાય છે. હાલ તે ઉનાઈ માતાજીના નામે આજે પ્રખ્યાત છે.

આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીં મૂછવાળા ભગવાન રામ પ્રતિમાને સ્થાપિત કરાઈ છે. મૂછવાળા રામજી માત્ર અહીં બિરાજ્યા છે જેથી એમનું ખુબજ મહત્વ છે. જો વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષમણ અહીં પધાર્યા હોવાથી ઉનાઈ ગામ સુપ્રસિદ્ધ છે, રામ-લક્ષ્મણનું મંદિર ઉનાઈ માતાજી મંદિરના પરિસરમાં જ છે છતાં તેના પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવાઈ રહી છે. આ ઐતિહાસિક રામજી મંદિરનું ગુજરાત ટુરિઝમ વિભાગ વહેલી તકે રીનોવેશન કરાવી ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવે એવી રામભક્તોમાં માગ ઉઠી છે.

આસ્થાનું કેન્દ્ર છે, મંદિરનું નિર્માણ જરૂરી છે
ઉનાઈ માતાજીના પટાંગણમાં આવેલું રામજી મંદિર અતિ જુનું તેમજ આસ્થાનું કેન્દ્ર છે. વાંસદાના મહારાજા દ્વારા ભગવાન રામની મૂછવાળી પ્રતિમાની સ્થાપના કરી હતી, જે અન્ય સ્થાને નથી. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર બનાવી તેના વિકાસ માટે કાર્યવાહી કરવી જ જોઈએ. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

ગર્ભગૃહમાં લાઈટના થાંભલાના ટેકા મરાયા છે
યાત્રાધામ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં ભગવાન રામનું મંદિર બનાવવામાં ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. જેથી આવનાર શ્રદ્ધાળુઓ અને રામ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. રામજી મંદિરના ગર્ભગૃહની છત પડી જવાની સ્થિતિમાં હોવાથી મંદિર પ્રશાસન દ્વારા ગર્ભગૃહમાં લાઈટના થાંભલાના ટેકા મારવામાં આવ્યા છે. - કિશોરભાઈ ભંડારી, સામાજિક કાર્યકર

મંદિરની મુલાકાત લઇ પ્લાન એસ્ટિમેટ કરાયું છે
રામજી મંદિરની રજૂઆતોને ધ્યાને લઇ વાંસદા મામલતદારમાંથી પાંચ મહિના પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને લઇ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરની મુલાકાત લઈ પ્લાન એસ્ટીમેટ લઈ ગયા હતા. જોકે હજુ યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી આ બાબતે અમારી પાસે કોઈ પ્રકારની માહિતી આવી નથી. વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે. - પિયુષભાઈ પટેલ, નાયબ મામલતદાર, વાંસદા

અન્ય સમાચારો પણ છે...