હવામાન:તાપમાનનો પારો 19.5 ડિગ્રીએ પહોંચ્યો

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં રવિવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહેતા સવારે શિયાળાની ઠંડક અનુભવી હતી. જોકે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધશે તેવી માહિતી મોસમ વિભાગે આપી હતી.

રવિવારે મહતમ તાપમાન ૩૩.2 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને બપોરે તેમાં ઘટાડો થતા 54 ટકા નોંધાયું હતું. જયારે પવન પ્રતિ કલાકે 4.6 કિમીની ઝડપે ફુંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...