અભયમ ટીમની મદદ:પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું અભયમ ટીમે સુલેહ કરાવ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દશેરા તહેવારના દિવસે નવસારીમાં રહેતા પતિ- પત્નિ અને મા સાથે ઝઘડો થયો હતો. બનાવની વિગત એવી છે કે, પતિએ પહેલાં તેની મમ્મી અને દીકરીને મંદિરે દર્શન માટે લઈ ગયો હતો. ત્યારબાદ તેમની પત્નીને મંદિરે દર્શન કરીને પત્નીના પિયર જવાનું પ્લાનિંગ કર્યું હતું.

પત્નીએ પણ સાસુ, પતિ સાથે દર્શન કરવા જવું હતું તેથી તેમને બાજુના પાડોશીની બાઈક લઈને મંદિરે જવા નીકળ્યા હતાં પરંતુ રસ્તામાં બાઇક ખરાબ થઇ જતા ત્યાંજ ઉભી રહી હતી. થોડીવારમાં તેમના પતિ, સાસુ અને દીકરી પરત આવતા પત્નીને જોઈ છે અને પતિ ગુસ્સાથી બોલ્યા કે, કેમ રસ્તા પર ઊભી છે તો પત્નીએ જણાવ્યું કે હું પણ મંદિરે આવતી હતી. પતિએ જણાવ્યું કે, હું તને મંદિરે લઇ જ જવાનો હતો થોડી રાહ જાવી હતી ને.

આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઇ ગયો હતો તેમજ પત્નીએ પોતાની સાસુને પણ અપશબ્દો બોલ્યા હતાં. જેથી પતિએ પત્ની પર હાથ ઉપાડયો હતો. જેથી પત્નીને ખોટું લાગતા આત્મહત્યાનો વિચાર આવ્યો હતો પરંતુ તેમણે 181 અભયમ હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી. 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી બહેનનું કાઉન્સેલિંગ કરી તેમના કુટુંબની માહિતી મેળવી હતી. બહેનના પતિ બહારગામ રહે છે અને તેઓ બે મહિના માટે જ આવ્યા છે. અભયમ ટીમે બેનના સાસુને શાંતિથી સમજાવી સમાધાન કરાવ્યું હતું. અને ઝઘડાનો અંત આવતા પતિ-પત્ની ખુશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...