181 હેલ્પલાઇન:સાસુએ વહુને કાઢી મૂકતા 181ની ટીમ મદદે આવી

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં રહેતી મહિલાને સાસરીમાં સાવકી સાસુ અને જેઠાણી ઘરની બહાર કાઢી મૂકતા 181 હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. 181 અભયમ ટીમે તેના ઘરે જઈ સમજાવીને કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

નવસારીમાં રહેતી મહિલાએ 181-અભયમમાં ફોન કરી મદદ માંગી જણાવ્યું કે તેમને ઘરમાં જવા દેતા નથી. તેને 5 માસનું બાળક છે. તેમને સાસુ અને જેઠાણી ત્રાસ આપી રહી છે. નવસારી 181 ટીમને કોલ મળતા ફોન કરતી મહિલાએ જણાવેલ સ્થળ પર પહોંચતા અભયમ ટીમની કાઉન્સેલર કૃપાલી પટેલે ભોગ બનનાર મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં ભોગ બનનાર મહિલાએ જણાવેલું કે મારે 1 બાળક છે અને મારી સાવકી સાસુ ઘરમાં રાખવાની ના પાડે છે અને જેઠાણી પણ રોજ ઝઘડા કરે છે. હવે મારાથી સહન થતું નથી જેથી ભોગ બનનારના સાસુ, સસરા અને જેઠાણીને બોલાવી અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી સમજાવેલ કે મારવું ગુનો બને છે, જેથી મારવું નહીં.

સાસુને પણ સમજાવેલું કે બંને વહુને સારી રીતે રાખવું અને ઝઘડા કરવા નહીં. તેમના સસરાએ જણાવેલું કે મારે 2 મકાન છે જે બન્ને વહુને વહેંચી આપું છું. જે મહિલાને મંજૂર હોવાથી સાસુને સમજાવી અને મહિલાનું નાનું બાળક છે જે કોઈ ઝઘડા હોય તેનું સમાધાન વાતચીત કરીને કરવું, ઝઘડા કરવા કે બહાર કાઢી મૂકવું નહીં. તેમના સાસરી પક્ષ સમજી જતા મહિલાને તેમનો હક અપાવ્યો હતો. ભોગ બનનાર મહિલા દ્વારા અભયમ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...