મોરારીબાપુની કથા યોજાશે:નવસારી શહેરમાં માર્ચમાં મોરારીબાપુની કથા યોજાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોથી વખત લુન્સીકુઇ મેદાન જ પસંદ કરાયું

નવસારી શહેરમાં માર્ચ મહિનામાં પુન: જાણીતા કથાકાર મોરારીબાપુની કથા યોજાશે. શહેરમાં બાપુ ચોથીવખત કથા કરશે. નવસારી શહેરમાં મોરારીબાપુ અગાઉ ત્રણ વખત રામકથા કરવા માટે આવ્યા હતા. જેમાં 1983, 1988 અને છેલ્લે 2009માં બાપુની કથા શહેરના જાણીતા લુન્સીકુઇ મેદાન ઉપર યોજાઇ હતી.

હવે ચોથી વખત પણ લુન્સીકુઇ મેદાન ઉપર જ બાપુની કથા માર્ચ 2023માં યોજાઇ રહી છે. 22 માર્ચથી 30 માર્ચ સુધી યોજાનારી આ કથાના મુખ્ય આયોજક શહેરનું જાણીતું પરિવાર લાલવાણી પરિવાર છે. જેમને અનેક સંસ્થાઓ સહયોગ પણ આપી રહી છે. નગરપાલિકાએ તેના હસ્તકના લુન્સીકુઇ મેદાન માટેની પરવાનગી પણ બાપુની કથા માટે આપી દીધી છે. વાહનોના પાર્કિંગ માટેના સ્થળ પણ નક્કી થઇ ગયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુ ખૂબ જ જાણીતા અને વિશ્વ પ્રસિદ્ધ કથાકાર હોય તેના આયોજનની તૈયારી અત્યારથી જ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે. જેમાં મંડપ, લાઇટીંગ, સંલગ્ન કાર્યક્રમો વિગેરેનો સમાવેશ થાય છે. અગાઉની ત્રણ કથાઓ સંસ્થાઓના લાભાર્થે યોજાઇ હતી. શહેરમાં અગાઉ ત્રણ કથા મોરારીબાપુની યોજાવા ઉપરાંત બાપુની ઐતિહાસિક દાંડી ખાતે પણ 2003-04માં કથા યોજાઇ હતી. એક કથા કછોલીમાં પણ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...