આનંદની લાગણી:રાજ્ય સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે : મંત્રી નરેશ પટેલ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી અને ખેરગામ તાલુકામાં 8 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત થતા આનંદની લાગણી

રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે નવસારી જિલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કુલ 8 કરોડથી વધુના ખર્ચે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર છેવાડાના લોકોની ચિંતા કરી તેમને મદદરૂપ બની રહી છે. પ્રજાજનોની સુખાકારી માટે ગામેગામ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા સાથે લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. તમામ પ્રજાલક્ષી કામો ગુણવત્તાવાળુ બને અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહ્યાં છીએ.

રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. મંત્રીએ તેમના બંને વિભાગો આદિજાતિ વિકાસ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ માહિતી ગ્રામજનોને આપી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર,બાંધકામ સમિતિના અધ્યક્ષા દિપાબેન પટેલ, ગણદેવી તા. પં. પ્રમુખ ભરતભાઇ પટેલ, ખેરગામ તા. પં. પ્રમુખરક્ષાબેન પટેલ િવગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગણદેવી તાલુકામાં વિવિધ રસ્તાઓ બનશે
ગણદેવી તાલુકામાં મેંધર ભાટથી મુખ્ય રસ્તાથી બ્લોક નં. 903માં આવેલ જિંગા ગાફાર્મ સુધીનો રોડ રૂ.165.18 લાખ, ભાટ-બંદર રોડ રૂ. 41.60 લાખ, બીગરી ચાર રસ્તા, ભુવનેશ્વરી માતાના મંદિરની પાછળના ભાગમાં નહેરવાળો રોડ રૂ. 28 લાખ, બીગરી કો.હા.વેથી ટટી થી પટેલ ફળિયાને જાડતો રોડ રૂ.12.80 લાખ, પોંસરી સુઇતલાવડી રોડ રૂ. 22.40 લાખ, પોંસરી માસ્કરા ફળિયા દોડ રૂ. 33.60 લાખ, ભાઠલા કોસ્ટલ હાઇવેથી ભવાનીમાતાના મંદિર તરફ જતો રોડ રૂ. 47 લાખ, વણગામ નવાકુવા બીગરી પોંસરી રોડ 48 લાખ, વાઘરેચ માછીવાડથી બીલીમોરા માછીવાડ રોડ 32 લાખ, ખાપરવાડા-ઉચામોરા-રાવણ ફળિયાથી જેસપોર રોડ 40 લાખના ખર્ચે કામો હાથ ધરાશે.

ખેરગામ તાલુકામાં હાથ ધરાનાર વિકાસ કામ
ખેરગામ તાલુકામાં ખેરગામ લીન્ક રોડ 23 લાખ, ખાખરી ફળિયાથી નહેર થઇ તાલુકા પંચાયત તરફ જતો રસ્તો 35 લાખ, વેણ ફળિયા રોડ 25.60 લાખ, પીઠા મુખ્ય રસ્તાથી નિકુંજભાઇના ફળિયા તરફ જતો રસ્તો 35 લાખ, બાવરી ફળિયા રોડ ટુ જાઇનીંગ ચીખલી ખેરગામ રોડ 24 લાખ, બાવરી ફળિયા ટુ વૈરાગી ફળિયા વાયા રીવર ટુ ખેરગામ બજાર રોડ 27.20 લાખ, મોડલ આંગણવાડી બાવરી ફળિયા 7.50 લાખ સહિતના કામો હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...