તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:સમાજ સુરક્ષા કચેરીનો ઈન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નિમિત્તે વેબિનાર યોજાયો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાઓ, તબીબો, શિક્ષકો અને કાર્યકરો પણ જોડાયા

નવસારી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુસ એન્ડ ઈલિસીટ ટ્રાફિકિંગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સોશિયલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.પી.ચૂડાસમા, જિલ્લા નશાબંધી અધિકારી ટી.એન.ધામેચા, કસ્તુરબા સેવાશ્રમના પ્રતાપભાઈ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગણેશ ગંજી દ્વારા વિવિધ મુદ્દાઓ વિશે માહિતી અપાઈ હતી.

ઉપરાંત બહુમાળી મકાનના અને જાહેર સ્થળોએ સંકલ્પપત્રો સાથેનું બેનર પણ મૂકવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સહી કરી નશો નહીં કરવા અને લોકજાગૃતિ માટે અમે પણ સરકારની સાથે છે તેમ જણાવ્યું હતું અને પેમ્ફલેટનું વિતરણ પણ કરાયું હતું.

સિગ્નેચર કેમ્પેઇન અને પ્રતિજ્ઞા લેવડાવી
નશાકારક પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેબિનારમાં શિક્ષકો, છાત્રો, વિવિધ સંસ્થાઓ, પોલીસકર્મીઓ, સામાજીક કાર્યકરો પણ જોડાયા હતા અને નશા સંબંધી પ્રશ્નોની ઓનલાઇન ચર્ચા કરાઇ હતી. સંકલ્પ પત્ર મુકવામાં આવ્યા અને સિગ્નેચર કેમ્પેઇન અને સારા ભારતના નિર્માણ માટે યુવા વર્ગને વ્યસનથી દુર રહેવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવાઇ હતી. > હેમલતા ગંજી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નવસારી.

અન્ય સમાચારો પણ છે...