વિજલપોરના ગોકુળપુરા અને ચંદન તળાવ પાસે છેલ્લા ચાર મહિનાથી વધુથી મૃત પશુઓને રોડ કિનારે રાતના અંધારામાં રઝળતા મૂકી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રસ્તા પર મૃત પશુઓને મુકવામાં આવતા રોગચાળો પણ ફેલાવાની શક્યતા છે. ત્યારે મૃત પશુઓની લાશને રઝળતી હાલતમાં મુકનાર સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરે કેટલાક પશુપાલકોને મૃત પશુઓને રઝળતા ન મુકવાની અપીલ કરવા છતાં પણ કેટલાક પશુપાલકો મૃત પશુઓને રોડના કિનારે રાતના અંધારાનો લાભ લઈને મૂકી જાય છે.
નવસારી શહેરમાં રખડતા ઢોરોની છેલ્લા લાંબા સમયથી સમસ્યા યથાવત છે, તેનો ઉકેલ આવ્યો નથી તેની સામે વિજલપોર વિસ્તારમાં હવે મૃત પશુઓને તળાવના કિનારે અને ગોકુળપુરા વિસ્તારમાં રઝળતા મૂકવાની ઘટના છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટરે સ્થાનિકો અને પશુપાલકોને મળીને મૃત પશુઓના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની આપવા છતાં કેટલાક પશુપાલકો મૃત પશુઓને રઝળતા મૂકવાની ઘટનામાં વધારો થયો છે. છેલ્લા 4 મહિનાથી આ સિલસિલો યથાવત રહ્યો છે. 100થી વધુ મૃત ઢોરના નિકલાની યોગ્ય વ્યવસ્થા થઈ નથી. આ સમગ્ર મામલે પાલિકા તપાસ કરાવીને જવાબદારો સામે યોગ્ય પગલા ભરે તેવી માંગ પણ ઉઠી છે. જો રોગચાળો ફેલાય તો તે અંગે કોણ જવાબદારી રહેશે તે અંગે પણ પ્રશ્નાર્થ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.