તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય મંત્રી ડોકાયા:કોરોનાની બીજી લહેર પહેલી કરતા ભયંકર છે, મહામારીના સમયમાં એક થઇને લડીએ : કાનાણી

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ અને સા.સંસ્થાઓએ 100 બેડનું નમો કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે

નવસારીમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ શનિવારે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાંત નમો કોવિડ કેરની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર કોરોનાના કેસો સામે લડવા સરકારી તંત્રને મેદાને ઉતર્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગ્યા છે.

નવસારી જિલ્લામાં ભાજપ અને સામાજિક સંસ્થાઓ મળીને 100 બેડનું નમો કોવિડ કેર સેન્ટર શરુ કર્યું છે. જેની મુલાકાત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ લીધી હતી અને સમગ્ર વ્યવસ્થાની ચકાસણી કરી હતી. નવસારી જિલ્લાના પ્રવાસે આવેલા આરોગ્ય મંત્રીએ હાલનો કાળ કોરોના મહામારીનો છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ આરોપ પ્રત્યારોપથી દુર રહેવા સલાહ આપી હતી. નવસારીમાં કોરોનાના કેસોમા વધારો થતા રાજ્યના નેતાઓની મુલાકાત પણ વધી રહી છે.

કુદરતની મહામારી સામે માણસ ટૂંકો પડે છે
કોરોનાની બીજી કહેર પહેલા ફેસ કરતા ભયંકર છે, દર્દીઓની સંખ્યા પણ વધી છે. કુદરતની મહામારી સામે માણસ ટૂંકો પડે છે ફક્ત સરકાર આ મહામારીમાં કામ કરે તો નિવેડો નહી આવે સામાજીક સંસ્થાઓએ પણ આગળ આવી સેવા આપવી જરૂરી છે. મહામારીના સમયમાં સૌ એક થઇને લડી રહ્યા છીએ એટલે જ આપણે જંગ જીતી રહ્યા છીએ. > કુમાર કાનાણી, આરોગ્ય મંત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો