તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • The Second Dose Of Covid Vaccine Was Started On January 16 At The Same Three Centers Where The First Dose Was Given And The Second Dose Was Given.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:કોવિડ વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ, 16 જાન્યુઆરીએ જે ત્રણ સેન્ટર પર પ્રથમ ડોઝ અપાયો હતો ત્યાંજ બીજો ડોઝ અપાયો

નવસારી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે નવસારી, આછવણી અને આટ ત્રણ સેન્ટર પર 271 હેલ્થકર્મીને બીજો ડોઝ

નવસારી જિલ્લામાં સોમવારથી કોવિડ વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. સોમવારે 3 સેન્ટરો પણ 271 હેલ્થકર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો. છેલ્લા 1 વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાથી રક્ષણ આપવા કોવિડ વેક્સિન શોધાઈ છે. આ વેક્સિનના 2 ડોઝ લેવાના હોય છે. પ્રથમ ડોઝ લેવાયાના 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો હોય છે. આ બીજો ડોઝ લેવાયાના થોડા દિવસ પછી કોરોના સામે ઇમ્યુનિટી પેદા થતી હોય છે. સમગ્ર દેશમાં હેલ્થકર્મીઓને પ્રથમ વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણય અંતર્ગત 16 જાન્યુઆરીએ સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં પણ ત્રણ જગ્યાએ હેલ્થકર્મીઓને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ ક્રમશઃ અન્ય હેલ્થકર્મી તથા ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન અપાઈ છે. 16મીએ જેમને પ્રથમ ડોઝ અપાયો તેના 28 દિવસ પૂર્ણ થતાં સોમવારે જિલ્લામાં બીજો ડોઝ આપવાની પણ શરૂઆત કરાઈ હતી.16મી જાન્યુઆરીએ જે 3 સેન્ટરો પર પ્રથમ ડોઝ અપાયો હતો ત્યાં જ બીજો ડોઝ અપાયો હતો. જે અંતર્ગત સોમવારે નવસારી સિવિલ હોસ્પિટલમાં 84 હેલ્થકર્મીને, આછવણીમાં 96 ને અને આટ પીએચસીમાં 91 હેલ્થકર્મીને બીજો ડોઝ અપાયો હતો. જિલ્લામાં 3 સેન્ટર મળી 271 ને બીજો ડોઝ અપાયો હતો.

50થી વધુ વયનાને વેક્સિન ક્યારે?
સરકારે કોવિડ વેક્સિન જેમને પ્રાયોરિટીમાં આપવાની જાહેરાત કરી હતી તેમાં હેલ્થકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને તો વેક્સિન આપવાની નવસારી જિલ્લામાં શરૂઆત કરી દીધી છે પરંતુ 50 વર્ષથી વધુ વય ધરાવતા અને 50 વય નીચેના કેટલીક ગંભીર બીમારીવાળાને વેક્સિન ક્યારે અપાશે એ હજુ જાહેરાત કરી નથી.

નવસારીમાં સોમવારે પણ કોરોના કેસ નહીં, 1 દર્દી રિકવર થતાં એક્ટિવ માત્ર 4
નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. રવિવારે લેવાયેલ 193 સેમ્પલમાંથી કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો અને કુલ કેસની સંખ્યા 1567 જ રહી હતી. સોમવારે કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1461 થઈ હતી. એક્ટિવ કેસ 4 રહ્યા હતા. હાલ એક દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને 3 જણા હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો