તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી મૂર્તિ નહીં વેચાતા મૂર્તિકારોની હાલત કફોડી

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજીવિકાના પ્રશ્ન હલ કરવા ગુજરાત મૂર્તિકાર વેલફેર એસો.ની રજૂઆત

કોરોનાએ કરોડો લોકોની પરિવારોને વેરવિખેર કરી નાખ્યાં છે. કેટલાયના જીવ લઇને તેમના પ્રિય પરિવારજનોથી દુર કરી દીધા છે, તો કેટલાયની રોજગારી છીનવીને પાયમાલ કરી નાખ્યાં છે. કોરોનાને કારણે ગત વર્ષે લાદવામાં આવેલા લોકડાઉન બાદ અનેકો એવા રોજગાર છે કે જે આજે પણ શરૂ થઇ શક્યા નથી અથવા મૃત્યપાય થઇ ગયા છે. આવી જ કઇ સ્થિતિ તહેવારોમાં મૂર્તિ બનાવતા મૂર્તિકારોની થઇ ચૂકી છે. નવસારીમાં આજે ગુજરાત મૂર્તિકાર વેલફેર એસોસિયેશન(સૂચિત) તરફથી કલેક્ટરને આવેદન આપીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું છે.

નવસારીમાં છેલ્લા બે વર્ષથી કોરોનાએ કહેર મચાવ્યો છે, જેના કારણે તેની ખૂબ જ માઠી અસર ધંધા-રોજગાર પર પડી છે. કોરોનાને કારણે તહેવારોની ઉજવણી સાદાયથી ઉજવવાના નિર્ણયને કારણે મૂર્તિકારોની આજીવિકા પર પ્રશ્ન ઉપસ્થિત થયા છે. મૂર્તિકારોની આજીવિકા મુખ્યત્વે ગણેશ ચતુર્થી અને નવરાત્રીના તહેવારો પર નિર્ભર હોય છે, આ સિવાય તેઓ પાસે આર્થિક ઉપજનો બીજો કોઇ સ્ત્રોત હોતો નથી.

કોરોનાને કારણે તહેવારોની સામાન્ય ઉજાણી થતા મૂર્તિકારોની સ્થિતિ ખૂબ જ કફોડી થઇ જવા પામી છે. જે અંગે આજરોજ કલેક્ટરને ગુજરાત મૂર્તિકાર વેલફેર એસોસિયેશન(સૂચિત) મંડળે આવેદન પત્ર દ્વારા જાણ કરી તેમના આજીવિકાના પ્રશ્નોને હલ કરવા માટે માગ કરી છે. મૂર્તિકારોની માગ છે કે, ગયા વર્ષે પણ તેઓએ પી.ઓ.પીની મૂર્તિઓ વેચાણ કરવાની તક ન મળતા હાલમાં તમામ મૂર્તિઓ ગોડાઉન-દુકાનમાં ભરેલી હાલતમાં છે, દુકાન-ગોડાઉન ભાડેથી રાખી છે.

ગોડાઉનનું ભાડું મોંઘું પડી રહ્યું છે
હાલમાં પ્રતિમાઓ ભાડેના ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેનું ભાડું અમારે દર માસે આપી જ દેવું પડે છે. પીઓપીની પ્રતિમા નદી કે સમુદ્રના પાણીમાં વિસર્જન કરવાથી કોઈ પ્રદુષણ થતું નથી. વિસર્જન બાબતે જવાબદારી સ્થાનિક તંત્રની છે. જે બાબતે સુપ્રીમ કોર્ટ 2012માં દાદ માંગતા કોર્ટે પણ પુરાવાને ધ્યાને લઇ પીઓપીના વપરાશ માટે લીલીઝંડી આપી હતી સ્થાનિક તંત્ર આ બાબતે હજુ પણ મનાઈ ફરમાવી છે. બે માસમાં તહેવારો આવશે ત્યારે પહેલાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવે તો મૂર્તિકારો આગળના પગલાં લેવા માટે વિચારી શકે.> સુરેશ વાદ્યવકર, અગ્રણી મૂર્તિકાર

અન્ય સમાચારો પણ છે...