નિર્ણય:દાંડીનું સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ હવે રોજ દોઢ કલાક વધુ ખુલ્લું રહે છે

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે આકર્ષક લાઇટિંગનો નજારો પ્રવાસીઓ જોઇ શકે છે

પ્રવાસીઓ વધુ સમય સ્મારક જોઈ શકે અને આકર્ષક લાઇટિંગનો નજારો પણ લઈ શકે તે માટે દાંડી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનો સમય દોઢ કલાક વધારવામાં આવ્યો છે.કોરોના કાબુમાં આવતા અને દિવાળી વેકેશન હોય હાલના દિવસો દરમિયાન દાંડીના ઐતિહાસિક સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. 14મીને રવિવારે પણ 5500 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જોકે કેટલાક સમયથી સમારકનો સમય વધારવાની માગ થઈ રહી હતી જેને લઈ સમય પણ વધારાયો છે.

હવે સ્મારક સવારે 9.30ની જગ્યાએ 9 .00 કલાકે ખુલી જાય છે અને સાંજે પણ 7 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યા સુધી મેમોરિયલ પર્યટકો જોઈ શકે છે. જોકે 7.30 વાગ્યા પહેલા એન્ટ્રી લઈ લેવી જરૂરી છે. રાત્રે 8 વાગ્યા સુધી મેમોરિયલ ખુલ્લું રહેતા પર્યટકો અંધારામાં આકર્ષક લાઇટિંગનો નજારો જોઈ શકે છે.

આજે મંગળવાર છતાં મેમોરિયલ ખુલ્લું
હાલ દિવાળી વેકેશન હોય પ્રવાસીઓની સંખ્યા વધુ રહે છે. જેમાં નવસારી જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સ્થિતિમાં લોકલાગણીને માન આપી દર મંગળવારે મેમોરિયલ બંધ રખાતું હોવા છતાં 16મીને મંગળવારે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...