તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:રવિવારે કેટલાક કોવિડ રસીકરણ સેન્ટરો પર ધસારો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 18+માં 6400થી વધુનું રસીકરણ, હાલ સુધીમાં 21 ટકાને રસી

નવસારી જિલ્લામાં રવિવારે રજાના દિવસે 6400થી વધુ રસીકરણ 18+માં થયું હતું. અત્યાર સુધીમાં 18 માં 21 ટકા યુવાનોને પહેલો ડોઝ અપાયો છે. નવસારી જિલ્લામાં 21મીથી શરૂ થયેલ 18+ના રસીકરણના મહા અભિયાનમાં શનિવારે 5 હજારથી ઓછુ રસીકરણ થયુ હતું.જોકે રવિવારે જાહેર રજાના દિવસે રસીકરણની સંખ્યામાં વધારો થયો હતો.

રવિવારે જિલ્લામાં 18 થી 45 વર્ષ વચ્ચેના 6475 યુવાનોને રસી આપવામાં આવી હતી. જાહેર રજાનો દિવસ હોય નવસારીમાં સિંધી કેમ્પ નજીકના સેન્ટર સહિત કેટલાક સેન્ટર પર ધસારો થયો હતો. તાલુકાવાર રસીકરણની સંખ્યા જોઈએ તો નવસારીમાં 1440, જલાલપોરમાં 1125, ગણદેવીમાં 1909, ચીખલીમાં 1196, ખેરગામમાં 209 અને વાંસદા તાલુકામાં 696 જણાને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. રવિવારે વધુ સંખ્યામાં કોવિશિલ્ડ વેક્સિન જ વધુ અપાઈ હતી, કોવેક્સિન ઓછી અપાઈ હતી. રવિવારે થયેલ રસીકરણ સાથે હાલ સુધીના નવસારી જિલ્લામાં 18+નું કુલ 133429 રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...