તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરિટેજ ટાવરની દુર્દશા:વાંસદાના રાજવી પરિવારે ઇ. સ. 1886માં બનાવાયેલો ક્લોક ટાવર જર્જરિત થયો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાવરના સમારકામ અંગે તંત્ર ધ્યાન આપતું નથી

હાલનો વાંસદા તાલુકો વર્ષો પહેલા રાજવી સ્ટેટ તરીકે ઓળખાતું હતું, રાજવી પરિવારના શાસન સમયે અનેક ઇમારતો હાલ હેરીટેજમાં સ્થાન પામી છે ત્યારે આશરે 135 વર્ષ પહેલા રાજવી પરિવાર દ્વારા અનેક ઇમારતો બનાવવામાં આવી હતી જેના ભાગરૂપે મુખ્ય બજારમાં ક્લોક ટાવર બનાવવામાં આવ્યું હતું જેની ચારેય દિશા તરફ ઘડિયાળો મૂકવામાં આવી હતી જે દૂર સુધી જોઈ શકવા ઉપરાંત દર કલાકે વાગતા ઘટ નો અવાજ 2 કિલોમીટર સુધી સભળાતો હતો ત્યારે આ રાજવી પરિવારના શાસનની યાદગીરીરૂપે અડીખમ ઉભું ક્લોક ટાવર હાલમાં જર્જરિત થયું છે

બજારમાં નિર્માણ કરાવેલું ક્લોક ટાવરમાં લાગેલી ઘડિયાળથી લોકો પોતાનો સમય મેળવતા હતા અને વર્ષોથી બજારનું મુખ્ય આકર્ષણ બનેલા ક્લોક ટાવરના અંતરીખ માળખામાં હાલ પીપળો ઉગી નીકળ્યો છે અને જેના મૂળ ઊંડે સુધી જઈને ઇમારતને નુકસાન પહોંચાડવા સાથે તેને જર્જરિત બનાવી રહ્યા છે.

સ્થાનિક વેપારી રસિક સુરતીના જમાવ્યા મુજબ હાલમાં ગુજરાત સરકાર હેરિટેજ ઇમારતોને સાચવવા માટે આગળ આવી છે, ત્યારે 1886 માં નિર્માણ પામેલા ટાવરના સમારકામ અંગે તંત્ર ધ્યાન આપતું નથી ગ્રામ પંચાયત તેનું સમારકામ કરી શકે તેવી સક્ષમ નથી ત્યારે સરકારે જાનકીવન સહિત અનેક આકર્ષણો વાંસદામાં બનાવ્યા છે ત્યારે આ ક્લોક ટાવરનું સમારકામ ક્યારે થશે.

રાજવી પરિવાર અને જિલ્લા પંચાયતના સભ્ય શિવેન્દ્ર સિંહ સોલંકીના જણાવ્યા મુજબ તેમણે અનેક વાર ગ્રામ પંચાયતના મંત્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીને ક્લોક ટાવરના સમારકામ અંગે અવગત કર્યા છે અને તેમણે જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ આ કલોક ટાવરના સમારકામ માટે વાપરવાની દરખાસ્ત પણ આપી છે. રાજવી શાસનમાં નિર્માણ પામેલી અનેક હેરિટેજ ઇમારતો જે સરકારએ હસ્તગત કરી છે તે હાલ જર્જરિત બની છે અને તેના સમારકામ અંગે તેઓ વારંવાર રજૂઆત પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...