વિશ્વ નર્સ દિવસ:કોઇપણ દેશના આરોગ્ય માળખામાં ડોક્ટર બાદ નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન હોય છે

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે ઘર, પરિવાર અને સંતાનો ગૌણ બની ગયા છે

એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું પણ હોય છે. કોઈ પણ દેશના આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે.

કોરોનાના કપરા સમયમાં જ્યાં દર્દીના સગાને પણ રહેવા દેવામાં ન આવતા હતા. તેવા સમયે નર્સોએ જ દર્દીની કાળજી રાખી સેવા કરી હતી અને હાલમાં પણ કરી રહી છે. જોકે ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમના માટે ઘર, પરિવાર અને સંતાનો ગૌણ બની ગયા છે.

ફરજને વફાદાર રહી કામગીરી
મિતલબેન પહેલા સુરત સિવિલ ખાતે કાર્યરત હતા અને ડિલિવરી બાદ તેણી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યાં છે. તેમના પતિ દિપેશભાઇ નવસારી જીઇબી ખાતે કાર્યરત છે. તેમની પણ શીફ્ટ વાઇસ નોકરી હોય છે. મિતલબેન અને દિપેશભાઇને 1.4 વર્ષનું બાળક પણ છે. પતિ-પત્નિમાંથી ફરજીયાત કોઇ એકે તો ઘરે હાજર રહેવુ પડે છે. કોઇકવાર જ્યારે બન્નેની સિફ્ટનો સમય એક થઇ જાય ત્યારે બાળકની સાળ સંભાળનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જોકે તેમ છતા પણ મિતલબેન પોતાની ફરજને વફાદાર રહીને કામગીરી કરે છે.

દીકરીના સંભાળની ચિંતા રહે છે
ચૈતાલીબેન પટેલ છેલ્લા 9 વર્ષથી નર્સ તરીકેની ડ્યુટી નિભાવી રહ્યાં છે. તેણી બે બાળકીની માતા છે. નાઇટ શિફ્ટ હોય તે સમયે બાળકીઓેને શાળા માટે તૈયાર કરવાની ચિંતા રહેતી હોય છે, પણ તેમ છતા તેઓ પોતાની ફરજથી ભાગતા નથી.

વીડિયો કોલ થકી દીકરાને શાંત રાખે છે
નવસારી સિવિલમાં જ કાર્યરત ટ્વિંકલ પટેલને 3 વર્ષનું બાળક છે, બાળક નાનું હોવાને કારણે ઘરે અમુક સમયે તેની માતાને યાદ કરીને રડે છે. જોકે તેને વિડિયો કોલ પર તેની મમ્મી સાથે વાત કરાવતા શાંતિ થઇ જાય છે. કેટલીક વાર બાળકને રડતા જોઇ ટ્વિંકલબેનની આંખો પણ ભીની થઇ જાય છે.

પુત્રવધુ અને પુત્રીની ફરજ પણ નિભાવે છે
નવસારી સિવિલમાં કામ કરતી તન્વિ પટેલ ડ્યુટીની સાથે પુત્રવધુ અને પુત્રીની ફરજ નિભાવી રહી છે. પિતાના અવસાન બાદ માતા હાઇપર ટેન્શનથી પિડાતી હોવાથી તેમની સંભાળ લેવા સપ્તાહના 7 દિવસમાંથી 2 દિવસ સાસરીમાં, 2 દિવસ પિયરમાં રહે છે અને 1 કે 2 દિવસ નાઇટ શિફ્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...