બેદરકારી:સંસ્કારી નગરીમાં આરએસએસ, પાલિકા અને પોલીસના સંસ્કાર નજરે પડ્યા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં કન્યા શાળા નં.1 નજીક આવેલા પ્રિયંકા એપાર્ટમેન્ટમાં એક શાહ પરિવાર દયનીય પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એ સાથે જ આરએસએસના જવાનો અને નગરપાલિકાના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચતા તેઓ ઘરમાં પડેલ ઠેરઠેર કચરાનું દ્રશ્ય જોઇ અવાક બની ગયા હતા. મજબૂર શાહ પરિવારને આ તમામ ટીમ મદદ માટે આગળ આવી હતી અને ઘરમાં સાફ સફાઇ કરી ગંદકી દૂર કરી હતી. જ્યારે પરિવારના ચાર પૈકી મા-દીકરાની હાલત ખરાબ જણાતા  સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...