નવસારીની સર્વોદય નગર સોસાયટીનો મુદ્દો સંસદ સુધી પહોંચી ગયો છે, ગત સપ્તાહે 1100 રાજીનામા આપ્યા બાદ આજરોજ ફરી સોસાયટીના રહીશો વધુ 500 રાજીનામા આપવા કમલમ પર પહોંચ્યા હતા. સોસાયટીના રહીશો કમલમ પર પહોંચ્યા તે દરમિયાન પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલા પણ હાજર હતા. પ્રદીપસિંહ વાધેલા કાર્યકરો સાથે ખાસ બેઠક માટે નવસારી આવ્યા હતા.
મગ્ર બાબતે એક્શન લેવા 3 દિવસનો સમય માગ્યો
બેઠક શરૂ થવા પહેલા કાર્યકરોએ તેમની સાથે મળી અને રજૂઆત કરવા જિલ્લા પ્રમુખને રજૂઆત કરી હતી. જે બાદ પ્રદેશ મહામંત્રીએ સોસાયટીના લોકોની સાથે બેઠક કરી તેમની વાતને પૂર્ણ રીતે સાંભળી હતી અને સમગ્ર બાબતે એક્શન લેવા 2 થી 3 દિવસનો સમય માગ્યો હતો. નવસારીની સર્વોદય નગર સોસાયટીના મુદ્દો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં સોસાયટીના રહીશો આજે વધુ 500 રાજીનામા લઇ ભાજપના જિલ્લા કાર્યાલયે પહોંચ્યા હતા.
રાજીનામા ધરી ભાજપ હોદ્દેદારો સમક્ષ આક્રોશ ઠાલવ્યો
કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી આવ્યા હોય સોસાયટીના રહીશોએ તેમને મળી પોતાની વ્યથા તેમની સામે ઠાલવી હતી. જોકે રહીશોએ પ્રદેશ મહામંત્રી સામે વારાફરતી પોતાની વાત કરી આ બાબતે જરૂરી ન્યાય કરવાની માગ કરી હતી. તો પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ 2 થી 3 દિવસનો સમય માગી ચોક્કસ નિરાકરણ લાવવાની હૈયા ધરપત આપી હતી. જોકે પ્રદેશ મહામંત્રીએ 500 રાજીનામા સ્વીકાર્યા ન હતા. અગાઉ 1100 જેટલા સભ્યોએ ભાજપમાંથી રાજીનામા ધરી દઇને પોતાનો વિરોધ નોંધાવી ભાજપ હોદ્દેદારો સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.
આપનું કલેકટરને આવેદનપત્ર
નવસારીમાં તોડી પડાયેલા મંદિરનું ફરીવાર નિર્માણ કરીને લોકોની આસ્થાનું સન્માન જાળવવા, શ્રદ્ધાળુ મહિલાઓને ન્યાય અપાવવા તેમજ આ ઘટના માટે જવાબદાર એવા નવસારી નગરપાલિકાના પ્રમુખને બરતરફ કરવા બાબતે નવસારી આપે કલેકટરને આવેદન આપી ધરણાની ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.