વાવેતર:જૂન મહિનો બેસતા બાકી રહેલા ઉનાળુ ડાંગરની કાપણી પૂરજોશમાં

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 5600 હેકટરમાં થયેલ વાવેતર

નવસારી પંથકમાં જૂન મહિનો બેસી જતા હવે બાકી રહેલા ઉનાળુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે. નવસારી જિલ્લામાં ચાલુ સાલ નહેરનું પાણી મળતા 5600 હેકટરમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થયું છે,જેમાં પણ મહત્તમ વાવેતર નવસારી તાલુકામાં 3160 હેકટરમાં અને જલાલપોર તાલુકામાં 1325 હેકટરમાં થયું હતું.

ચાલુ સાલ મહદઅંશે પાકની સ્થિતિ સારી હતી. કેટલાય વિસ્તારોમાં તો કાપણી પૂર્ણ પણ મે મહિનામાં થઈ ગઈ હતી. હવે જૂન મહિનો બેસી ગયો છે ત્યારે જે થોડા વિસ્તારમાં કાપણી બાકી રહી છે ત્યાં પૂરજોશમાં ચાલી રહી છે, કારણકે વરસાદથી બાજી બગડી શકે છે..અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વાવાઝોડાને કારણે ઉનાળુ ડાંગરનો પાક કેટલીય જગ્યાએ પડી જતા નુકસાની થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...