વેસ્મા પંથકમાં તલાટી અને સરપંચની પરવાનગી લીધા વિના સરકારી નાળ ખોદી માટી ઉલેચવાનો મુદ્દો વેસ્મા પંચાયતમાં યોજાયેલ ગ્રામ સભામાં ઉઠ્યો હતો. જે બાબતે ફરિયાદ કરતા સરપંચ પતિ, તલાટી ઘટના સ્થળે ગયા હતા ત્યારે સરકારી નાળ ગાયબ થઈ ગઈ હોય તે બાબતે તલાટીએ પણ કોઈ જાતની મંજૂરી વગર નાળ ગાયબ કરી માટીખનન થયાનું કબૂલ કર્યું હતું.
વેસ્મા હદ વિસ્તારમાં બકરામંડીની પાછળના ભાગે આવેલ ખેતીની જગ્યા બ્લોક નંબર 474, 477 અને 479ને અડી પસાર થતી નાળ કેટલાક લોકો દ્વારા પરવાનગી વિના ખોદી કાઢી સ્થળ પરથી નાબૂદ કરી માટી ઉલેચી કાઢવાનું ષડયંત્ર કરતા ગ્રામ સભામાં યુવાનોએ સવાલ પૂછતાં ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે આ વાતથી અજાણ તલાટી કમ મંત્રીના ધ્યાને આવતા પંચાયતના સભ્ય તેમજ રજૂઆત કરતાની સાથે સ્થળ પર નિરીક્ષણ કરતા નકશા પર દેખાતી સરકારી નાળ સ્થળ પર ન હોવાથી વહીવટી તંત્ર અચંભામાં મુકાયું હતું. નક્શા પ્રમાણે બ્લોક નંબર 474, 477 અને 479ને અડી આવેલ સરકારી નાળ છે, આ બાબતની ખરાઈ કરવા ખુદ તલાટી કમ મંત્રી દ્વારા જાત નિરીક્ષણ કરાયું .
અમને કોઈ જાણ કરી નથી, અમે સ્થળ ઉપર જઈશું
વેસ્મામાં આવેલ ખેતીની જગ્યા ઉપર ઇન્ડસ્ટ્રીયલ કંપની દ્વારા ડેવલોપ કરવાનુ કામ કરી રહ્યા છે. તે બાબતે પંચાયતમાં આ બાબતે કોઈ જાણ કરી નથી. માટીખનન પણ થયું છે. નાળ અદ્રશ્ય થઈ છે. તે બાબતે અમે સોમવારે ફરીથી સ્થળ ઉપર જઈશું અને આ બાબતે જેમણે અનધિકૃત કામ કર્યું છે. જે બાબતે લેખિતમાં જવાબ લઈશું.-દિનેશભાઇ પટેલ, તલાટી કમ મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.