આયોજન:ચીતાલી પ્રાથમિક શાળાના આચાર્યનું ચિત્રકૂટ પારિતોષિકથી સન્માન થશે

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદુભાઇ આહીર - Divya Bhaskar
ચંદુભાઇ આહીર
  • 11મીએ ભાવનગર ખાતે પૂ.મોરારીબાપુના હસ્તે બહુમાન

ભાવનગર તલગાજરડામાં દર વર્ષે પૂ. મોરારિબાપુના હસ્તે સમગ્ર રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે આ પારિતોષિકોનું વિતરણ કાર્ય મુલતવી રાખવામાં આવ્યું હતું. 11મી મે એ બે વર્ષના શિક્ષકોની પસંદગી કરી સન્માનિ કરવામાં આવશે. વર્ષ 2021-22નો આ પારિતોષિક નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચીખલી તાલુકાની ચીતાલી પ્રાથમિક શાળાના આચાર્ય ચંદુભાઈ આહિરને એનાયત થનાર છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ પાલગભાણ ગામના મૂળ વતની અને હાલ નવસારીમાં સ્થાયી થયેલા ચંદુભાઈ આહિર વિદ્યાસહાયકની ભરતી વાંસદાના રાયબોર ગામે થઈ હતી ત્યાંથી જલાલપોર તાલુકાની ચોખડ પ્રા.શાળામાં ફરજ બજાવી હતી. જ્યાં તેમણે દાતાઓને શોધી દાન મેળવી શાળાનું સુંદર સંકુલ ઉભુ કર્યું હતું. તે સમયે જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ગણના કરાવી હતી. જ્યાંથી નવસારી તાલુકાની રામનગર શાળામાં બદલી થઈ અને જ્યાં પણ દાતા દ્વારા શાળા માટે યુનિફોર્મ, દફતર, બુટ-મોજ અને પતરા નાંખી સંકુલ ઉભુ કર્યું હતું. તેઓ હાલ ચીતાલી પ્રા.શાળામાં ફરજ બજાવી રહ્યાં છે.

તેઓ શાળામાં હાજર થયા ત્યારે 23 બાળકો હતા અત્યારે 42 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. તેઓએ અત્યાર સુધીમાં લાયન્સ કલબ ઓફ નવસારી, પ્રજાસત્તાક દિને કલેકટરના હસ્તે સન્માન, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શિક્ષક ભૂષણ એવોર્ડ,શ્રેષ્ઠ ઈનોવેશનમાં રાજ્યકક્ષાએ પસંદગ તથથા ગત વર્ષે જિલ્લાના શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત થયા હતા. તેમની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થવા બદલ આહિર સમાજ, જિ.પં. પ્રમુખ ભીખુભાઈ આહિર, શિક્ષક પરિવાર મંડળ, નવસારી જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો સહિતનાએ શુભકામના પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...