નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા ખુડવેલ ગામે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને વહીવટી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને આજે બુધવારે કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કાર્યક્રમને લઇને તમામ વિગતો કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
PMનું આગમન
10મી જૂનના રોજ સવારે સવા દસ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુડવેલ સભાસ્થળે પહોંચશે. ત્યારબાદ સાડા દસ વાગ્યે લાભાર્થીઓ સાથે વાતચીત ત્યારબાદ નિરાલી હોસ્પિટલ તરફ જવા રવાના થશે, જ્યાં ખાનગી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કેટલી યોજનાઓનું ખાતમુહુર્ત અને લોકાર્પણ?
કાર્યક્રમમાં રૂપિયા 2151 કરોડની કુલ યોજનાઓનું ખાતમુહુર્ત થશે. જેમાં રૂ. 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની રૂ. 98 કરોડની યોજના, આરોગ્ય વિભાગની રૂ. 542 કરોડની યોજનાના કામોનું ખાતમુહૂર્ત થશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો રૂપિયા 901 કરોડના કુલ લોકાર્પણ થશે. જેમાં રૂપિયા 749 કરોડની પાણીની યોજના, રૂ. 85 કરોડના ઊર્જા, રૂપિયા 46 કરોડના માર્ગ મકાન અને રૂપિયા 20 કરોડના શહેરી વિકાસના કામો લોકાર્પિત થશે.
ડોમની વ્યવસ્થા
7 રશિયન કેટેગરીના ડોમ બનાવવામાં આવ્યા છે, જે ફાયર અને વોટરપ્રૂફ બનાવાયા છે. ડોમના એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. 5 જિલ્લાઓમાંથી આવનારા લોકો માટે પાર્કિગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેમાં ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર સુધીનું રહેશે. આ ડોમમાં આરોગ્યલક્ષી સેવા પણ રહેશે. જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમથી 500થી 700 મીટર સુધીના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
સઘન પોલીસ બંદોબસ્ત
આ કાર્યક્રમની સુરક્ષા માટે 16 IPS, 1 IFS, 132 DYSP, 32 PI, 191 PSI, 1718 ASI, 10 નાયબ કલેક્ટર, 962 વુમન પોલીસ, 4 ડ્રોન કેમેરા, ASI HC અને PC મળીને કુલ 1718 લોકોનો સ્ટાફ બંદોબસ્તમાં રોકાશે. પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઇને જો કોઈ વિરોધ પ્રદર્શન થાય તો તેના માટે પણ પોલીસે પોતાની ઇન્ટેલિજન્સ ટીમ તૈયાર રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.