નવસારીમાં 10.50 કરોડના ખર્ચે બનેલ સર્કિટ હાઉસના બે મકાનો ઝડપભેર તૈયાર કરી દેવાયા છે, જેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન ખુડવેલથી કરશે.નવસારીમાં ગણદેવી રોડ પર સર્કિટ હાઉસનું મકાન વર્ષો જૂનું તો છે, હવે બે નવા મકાન અંદાજે 10.50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
જે મકાન બનાવાયા છે તેમાં એક મકાનમાં 4 વીવીઆઈપી રૂમ, 4 વીઆઈપી રૂમ, 2 ડિલક્સ રૂમ, 1 કોન્ફરન્સ રૂમ અને 1 વીવીઆઈપી કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. અન્ય જે મકાન સર્કિટ હાઉસ પરિસરમાં બનાવાયું છે તે ગેસ્ટ હાઉસમાં 39 રૂમ બનાવાયા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ અદ્યતન મકાનોનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું અને પૂર્ણ થવા આરે જ હતું. વડાપ્રધાન જિલ્લાની મુલાકાતે 10મીએ આવનાર હોય તેમની પાસે ઇ-લોકાર્પણ કરાવવા કામમાં થોડી ઝડપ કરવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.