PMની ગુજરાત મુલાકાતની તૈયારીઓ પૂર્ણ:વડાપ્રધાન સવા દશ વાગ્યે ચીખલીના ખુડવેલમાં પહોંચશે, નગરસેવક સહિત તમામ કાર્યકરોને જવાબદારી સોંપાઈ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો પાર્કિંગથી આશરે દોઢ કિલોમીટર ચાલીને કાર્યક્રમ સ્થળે પહોંચશે
  • વડાપ્રધાનના કાર્યક્રમમાં સાડા ચાર લાખ લોકો હાજર રહેવાનો અંદાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં સવારે 10:15 વાગ્યે પહોંચી જશે. જેની તૈયારીના ભાગરૂપે કુલ સાડા ચાર લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવાનો અંદાજ તંત્ર દ્વારા સેવાઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે જે તે વિસ્તારના નગરસેવકો, સરપંચથી લઈને તમામ ભાજપના કાર્યકરો લોકોને વહેલી તકે જગાડીને 07:00 વાગ્યા સુધી લોકોને બસમાં બેસાડીને રવાના કરશે.ખુડવેલના કાર્યક્રમ સ્થળે ડોમથી આશરે દોઢ કિલોમીટર પહેલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાંથી લોકોને ચાલીને ડોમ સુધી પહોંચવું પડશે.

આ સમગ્ર કાર્યક્રમમાં પાંચ જિલ્લાના લોકો આવી રહ્યા છે ત્યારે તંત્રએ પાર્કિંગને લઈને પણ વ્યવસ્થા ગોઠવી છે. જેના ભાગરૂપે ડોમથી એકથી દોઢ કિલોમીટરના અંતરે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહીવટી તંત્ર સહિત નગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ હાલ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે આવતીકાલે લોકોને સવારે ચારથી પાંચ વાગ્યે ઊઠીને સાત વાગ્યા સુધી બસમાં બેસાડી બસ રવાના કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્ટેજ પરથી ભાષણ આપશે તે સ્ટેજ પર એસપીજીએ કબજો લઈ લીધો છે ત્યાં કોઈપણ અનાધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવી છે. સમગ્ર ડોમ ની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વહેલી સવારથી ડોમમાં પ્રવેશનારા લોકો માટે નાસ્તાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં 2.5 લાખ જેટલા ફૂડ પેકેટ બનવામાં આવ્યા છે. આ પેકટમાં 5 થેપલા, અથાણું, મોહનથાળ, ગાંઠિયા, ફૂલવાડી, સુખડી, પારલેજીનું પેકેટ, છાસ આપવામાં આવશે. આ પેકેટ રૂટ પ્રમાણે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...