સાવચેતી જરૂરી:આજના સમયમાં યુવાનોમાં હાઈપરટેન્શનનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બની ચૂક્યું છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે આહાર પરિવર્તન કરવા ખૂબ જ જરૂરી છે

દર વર્ષે 17 મેના દિવસે હાઇ બ્લડ પ્રેશર અથવા વર્લ્ડ હાઇપર ટેન્શન ડે (World Hypertension Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સાયલન્ટ કિલર તરીકે ઓળખાતી હાઈપરટેન્શન (Hypertension)એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ભારત સહિત સમગ્ર વિશ્વમાં સામાન્ય છે. વૈશ્વિક સ્તરે 1.13 અબજ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો તમને હાઇ બ્લડ પ્રેશરની બીમારી છે, તો ડોક્ટરનો સંપર્ક કરવો અને ત્યારબાદ પણ સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય તમારાં બ્લડપ્રેશરની સતત ચકાસણી કરતા રહેવું આવશ્યક છે.

બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે કેટલાંક આહાર પરિવર્તન કરવા ખૂબ જ જરૂરી છે. જેમ કે, ભોજનમાં મીઠાંનો ઉપયોગ નહીંવત, કેફીનવાળા ખાદ્ય-પદાર્થોથી દૂર રહેવું, જંકફૂડ અને તળેલા પદાર્થો પર પ્રતિબંધ કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે.\n\nજો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર 140/90થી વધુ હોય તો તેને હાઈપરટેન્શન છે. પરંતુ જો 180/120થી વધુ હોય તો સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. હાલ, હાઈપરટેન્શન સામાન્ય હેલ્થ કન્ડિશન થઈ ચૂકી છે. દર વર્ષે 1 કરોડથી વધુ ભારતીયો હાઈપરટેન્શનનો ભોગ બને છે. વૃદ્ધોમાં આ પ્રમાણ વધુ હોય છે. જોકે, યુવાનોમાં હાઈપરટેન્શનનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બની ચૂક્યું છે.

વર્લ્ડ હાઈપરટેન્શન ડેનો ઇતિહાસ
અલગ અલગ 85 નેશનલ હાઈપરટેન્શન સોસાયટીની આગેવાની ધરાવતી હાઈપરટેન્શન લીગ દ્વારા 14 મે, 2005ના રોજ વર્લ્ડ હાઈપરટેન્શન ડે ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. હાઈપરટેન્શનના દર્દીઓમાં આ સ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ છે. 2006માં એટલે કે દ્વિતીય હાઈપરટેન્શન ડેની ઉજવણી 17 મેના રોજ થઈ હતી. ત્યારથી દર વર્ષે આ તારીખે વર્લ્ડ હાઈપરટેન્શન ડેની ઉજવણી થાય છે.

આહારમાં મીઠુ ઓછુ વાપરો
હાલમાં કામના સ્ટ્રેસને કારણે હાઇપરટેન્શન યુવાનોમાં પણ વધ્યું છે. જોકે, તેનાથી બચવા યુવાનોએ આહારમાં મીઠાનું પ્રમાણ અોછુ કરી અને પુરાતા પ્રમાણમાં ઉંઘ લેવી જોઇએ. - ડો. રાજેશ મિસ્ત્રી, એમ.ડી. ફિઝિશિયન

અન્ય સમાચારો પણ છે...