અકસ્માતનો ભય:સિણધઈ ચડાવને જોડતા રસ્તામાં ખાડો પડતા હાલાકી

ઉનાઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે

વાંસદા તાલુકાના ઉનાઈ નજીકના સિણધઈ માંથી પસાર થઈને વાપી શામળાજી નેશનલ હાઇવે નં.56ને જોડતા મહત્વના રસ્તા ઉપર ખાડો પડી જતા વાહન ચાલકોને હાલાકી, રસ્તાને રિકાર્પેટિંગ કરવા લોક માંગ વાંસદા-ઉનાઈ રોડ પર આવેલા ચઢાવ ગામ નજીકથી પસાર થઈને સિણધઈ ગામને જોડતા ડામર રસ્તાનું નવીનીકરણનું કામ પૂર્ણ થયું હતું.

જેને દોઢથી બે વર્ષ જેટલો સમય વિત્યો છે ત્યાં તો ચોમાસા બાદ આ રસ્તા પર ઊંંડા ખાડા પડવા લાગતા ચોમાસા બાદ પણ આ ડામર-રોડનું રીસર્ફેસિંગ નહીં થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચઢાવ અને સિણધઈ ગામને જોડતા ડામર રસ્તા ઉપર ઊંડો ખાડો પડી જતાં ગ્રામજનો સહિત વાહન-ચાલકોમાં રોષની લાગણી જન્મી છે. રાત્રે હાલાકીનો સામનો કરવો પડે છે.

મુશ્કેલીનો અંત લાવવામાં આવશે
રસ્તો બન્યોને ઘણો સમય થયો નથી પરંતુ આ વર્ષે પુષ્કાળ પ્રમાણમાં વરસાદ વરસતા તેમજ બાજુમાં નાળુ આવેલું છે. જેથી માટીનું ધોવાણ તથા ખાડો પડ્યો હોય એવું લાગી રહ્યું છે. જે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે એવી તંત્રને રજુવાત કરવામાં આવશે અને વહેલી તકે એનું નિરાકરણ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો સુખદ અંત લાવવામાં આવશે> રાજુભાઇ પટેલ (નેર), સરપંચ, સિંણધઈ

અન્ય સમાચારો પણ છે...