નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનર હાઈવે નંબર 48-A પર બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીના બનાવો બન્યા છે. ત્યારે પોલીસ અવારનવાર અહીંથી બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી રહી છે.નવસારી ગ્રામ્ય પોલીસે ફરી એકવાર ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરોને રોકી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બુટલેગરોની કારનો 15 કિમી સુધી પીછો કર્યો હતો અને બાદમાં પોતાના જીવના જોખમે બુટલેગરોની કારની આડે પોતાની કારને નાખી રોકી હતી. ચાર બુટલેગરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને ક્યારેક આરોપીઓ ઝડપી પાડવા માટે ફિલ્મી ઢબે પીછો કરીને એક્શનમાં આવું પડતું હોય છે. ફિલ્મોમાં દેખાતા દ્રશ્યો માં પોલીસ જે રીતે ગુનેગારોની પાછળ દોડે છે તેવા જ કંઈક દ્રશ્યો નવસારી હાઇવે ઉપર પણ જોવા મળ્યા હતા. જ્યાં ગ્રીડ પાસેના હોટલ ફનસીટી પાસે દારૂ ભરેલી કાર આવતી હોવાની વાતની મળતા ગ્રામ્ય પોલીસના PI ડી.કે પટેલ સહિતનો સ્ટાફ પોલીસ કર્મીઓનો સ્ટાફ વોચમાં હતો. તે દરમિયાન હોન્ડા સિટી અને ફોર્ડ આઈફોન કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.બુટલેગરોને પોલીસની હોવાની જાણ થતાં જ કાર ફૂલ સ્પીડમાં ભગાવી મુકતા પોલીસે પણ તેની પાછળ પોતાના વાહનો દોડાવ્યા હતા. દારૂ ભરેલી કાર ધોળા પીપળા હાઇવે સુધી ગઈ હતી અને યુ ટર્ન લઈને ફરીવાર મુંબઈ હાઇવે પકડ્યો હતો અને ત્યારબાદ બારડોલી રોડ ઉપર આવેલા ભટ્ટાઈ ગામ પાસે પોલીસે અંતે પોતાના ખાનગી વાહનને હોન્ડા સિટી અને ફોર આઈકોન કાર સાથે ભટકાવી દેતા કારમાં બેસેલા તમામ 6 લોકો એ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જે પૈકી 4 નો પીછો કરીને ધરપકડ કરી હતી અને બે ભાગવામાં સફળ રહ્યા હતા.
આ રેડ દરમિયાન ગ્રામ્ય પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 288 નંગ દારૂ જેની બજાર કિંમત 72 હજાર હોન્ડા સિટી કાર ફોર્ડ આઈકોન કાર અને આરોપીઓ પાસે મળેલા મોબાઈલ મળી કુલ 9,90,500 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે સાથે જ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ફિલ્મી ઢબે પીછો કરનાર પોલીસ કર્મીઓ
(1) ડી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, (2) એ.એસ.આઇ રવિંદ્રભાઇ જેરામભાઇ, (3) અ.હે.કો યોગીરાજસિંહ મહાવીરસિંહ, (4) પો.કો. દિગ્વીજયસિંહ રવજીભાઇ, (5) પો.કો. વિપુલસિંહ બદાજી, (6) પો.કો. શિવરાજભાઇ જોરૂભાઇ, (7) પો.કો. પ્રવિણભાઇ પુંજાભાઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.