સહાય:PM ઉજ્જવલા યોજનાએ બહેનોને ચુલાના ધુમાડાથી મુક્તિ આપી છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ, પશુપાલન મંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી અવસરે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ રામજીમંદિર હોલ, નવસારીમાં રાજયના કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ સેવા અને સમર્પણ દિન તરીકે ઉજવાઇ રહ્યો છે. આજે સમગ્ર રાજયમાં 400 જેટલી જગ્યાએ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાથી બહેનોને ચુલાના ધુમાડાથી થતી તકલીફમાંથી મુક્તિ આપી છે.

રાજય સરકાર ખાસ કરીને બહેનોની ચિંતા કરી, સગર્ભા બહેનો, બાળકોના પોષણ, રસીકરણ જેવી વિવિધ કાળજી લઇ રહી છે. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ ઉજવણી અવસરે નવસારી જિલ્લામાં વિવિધ વિકાસકામોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મ થી મૃત્યુ સુધીની કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓ અમલમાં છે. પ્રધાનમંત્રીની ઉજજવલા યોજનાનો લાભ પણ ગામેગામ લોકોને મળી રહ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર કીટ, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ વાલી ગુમાવનાર બાળકોને માસિક સહાય મળે તે માટે પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...