સમસ્યાનો અંત:નવસારીમાં ગટરની મરામત માટે ખોદાયેલા ખાડા આખરે 40 દિવસ બાદ પૂરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 13ના દશેરા ટેકરી પાસેના 25 ગાળા વિસ્તારના રહિશોને હવે શાંતિ થઇ

નવસારીમાં નગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા દશેરા ટેકરી પાસેના 25 ગાળા વિસ્તારમાં આજથી આશરે 40 દિવસ પહેલા પાલિકા દ્વારા ગટરની મરામત માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જે ખોદકામ ખુલ્લું હતું. જેને લઈને ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસારીત થતા 24 કલાકની અંદર પાલિકાની ટીમ કામે લાગી હતી.25 ગાળા વિસ્તારમાં ઉભરાતી ગટર અને લિકેજ હોવાને કારણે પાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા 40 દિવસ પહેલા ખોદકામ કરી જતા રહ્યા બાદ આજ સુધી ખૂલ્લી ખોદેલી ગટર બંધ કરવાનું ભૂલી ગયા હતા.

જેને લઈને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક પાલિકાના કોન્ટ્રકટરની ટીમ દ્વારા ખોદાયેલી ગટરના સમારકામ કરવાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ જીગીશ શાહના જણાવ્યાં મુજબ આ કામ આજે જ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાઇપ અને જરૂરી સામાન આવી ગયા હતા. જેથી સ્થાનિકોની મુશ્કેલી હલ કરવા માટે આ કામ શરૂ કરાવી દીધું છે.સ્થાનિકોએ આ અંગે ચિમકી ઉચ્ચારી હતી કે, જો દિવાળી પહેલા આ ખોદાયેલી ગટરનું કામપૂર્ણ નહીં થાય તો અમે ભેગા મળીને પાલિકા પ્રમુખના ઘર ઉપર ગંદા પાણીનો છંટકાવ કરીશું. જેને લઈને પાલિકા પ્રમુખ જીગીશ શાહ જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને કામ અંગે જાત તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...