તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Patient Who Came For Treatment Ate The Traps In The Hospital Itself, An Incident That Took Place Between 12:30 And 1:30 At Night

આત્મઘાતી પગલું:છાપરા રોડનો શખસ સારવાર લેવા હોસ્પિટલ ગયો અને ત્યાં જ અડધી રાતે ફાંસો ખાધો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારીની જાણીતી હોસ્પિટલમાં બનેલી ઘટનાએ સૌની ચોંકાવી દીધા હતા. જ્યાં દર્દી સારવાર લેવા આવે છે અને સાજા થઇ ઘરે જવાની આશા રાખે છે. ત્યાં છાપરા રોડના એક શખસે ફાંસો ખાઇ રાત્રિના સમયે આપઘાત કરી લેતા હોસ્પિટલમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરી હતી.

બીમારીથી કંટાળી ગયા હોવાનું અનુમાન
નવસારીમાં છાપરા રોડ પર આવેલા ખોડિયારનગરમાં રહેતા મેહુલ અરવિંદ કુરકુટિયાએ ટાઉન પોલીસ મથકે જાણ કરી કે તેમના પિતા અરવિંદભાઈ કુરકુટિયા (ઉ.વ. 56)ને બિમારી હોય તેઓને સારવાર માટે ગોહિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા લાંબા સમયથી તેઓ બિમારીથી પીડિત હોય આખરે કંટાળી ગયા હતા. તેઓ મોડી રાત્રિના 12:30થી 1:30ના સમય વચ્ચે હોસ્પિટલમાં એકલા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણસર અરવિંદભાઈ કુરકુટિયા સ્પેશ્યલ રૂમ નંબર-101મા સિલિંગ પંખા સાથે ચાદર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની ટાઉન પોલીસ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...