તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શહેરમાં આંશિક લોકડાઉન સતત ત્રીજુ સપ્તાહ લંબાવાયુ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી શહેરમાં આગામી સતત ત્રીજું અઠવાડિયું પણ કેટલાક નિયંત્રણો સાથે અંશતઃ (અધકચરું) લોકડાઉન રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારે 28મી એપ્રિલે નવસારીમાં રાત્રિ કરફ્યૂ સાથે દિવસે પણ દુકાન,વેપાર ઉપર નિયંત્રણો મૂકી એક રીતે અંશતઃ લોકડાઉન મૂક્યું હતું. આ નિયંત્રણો અંતર્ગત અનેક ધંધાને આવશ્યક સેવામાં ધંધો કરવાની છૂટ પણ અપાઈ છે. સરકારે 5 મે બાદ પણ કરફ્યૂ સહિતના નિયંત્રણો 12 મે સુધી લંબાવ્યા હતા.

હવે રાજ્ય સરકારે નવસારી સહિતના 36 શહેરમાં 18 મે સુધી ઉક્ત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય મંગળવારે કર્યો છે. આમ સતત ત્રીજું અઠવાડિયું નવસારી શહેરમાં અધકચરું લોકડાઉન રહેશે. મંગળવારે રાજ્ય સરકારે તો આ અંગેની જાહેરાત કરી હતી પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું આ સંદર્ભે વિધિવત જાહેરનામું બુધવારે બહાર પડશે.

અધકચરા લોકડાઉનથી કેસો ન ઘટ્યાં
નવસારીમાં જ્યારથી રાત્રિ કરફ્યૂ અને અંશત: લોકડાઉન મુકાયું ત્યારથી આજદિન સુધી પોઝિટિવ કેસોની સંખ્યામાં ખાસ ફેરફાર થયો નથી. જ્યારે કરફ્યૂ મુકાયો તે 27 એપ્રિલના અરસામાં પણ 125થી 145 કેસ સરકારી ચોપડે નોંધાતા હતા, આજે પણ એટલા જ કેસો નોંધાઈ રહ્યા છે. નોંધનીય સંખ્યામાં સંક્રમણ ઘટ્યું હોય એવું જણાયું નથી.

રાેજગાર શરૂ કરવા વેપારીઓની માગ વચ્ચે પાલિકા પ્રમુખ કડક લોકડાઉન ઇચ્છે છે
નવસારીમાં અંશત: લોકડાઉન ચાલુ અઠવાડિયે વિવાદીત પણ બન્યું છે. જેમની દુકાનો બંધ કરાઈ છે તેઓ દુકાનો ખોલવા મેદાનમાં આવ્યા હતા. તેઓ ‘એકને ગોળ બીજાને ખોળ’ની નીતિનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો ‘કડક લોકડાઉન’ની માગ પણ કરી રહ્યા છે, જેમાં પાલિકા પ્રમુખ જીગીશ શાહ પણ છે.

અન્ય સમાચારો પણ છે...