• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Parsi Community, Which Does Not Believe In Idol Worship, Has Been Worshiping The Ganesha Idol For The Past 17 Years In Navsari

અહીં પારસીઓ કરે છે ગણેશપૂજા:મૂર્તિપૂજામાં ન માનતો પારસી સમાજ નવસારીમાં છેલ્લાં 17 વર્ષથી ગણેશજીમૂર્તિની પૂજા કરે છે

નવસારી18 દિવસ પહેલા
  • જૂનાથાણા વિસ્તારમાં છેલ્લાં 40 વર્ષથી ગણેશ સ્થાપન કરાય છે
  • છેલ્લાં 17 વર્ષથી પારસી યુવાનો આસ્થા સાથે મંડળ ચલાવી રહ્યા છે

ગણેશોત્સવને કારણે નવસારી શહેરની રોનક બદલાઈ ગઈ છે. કોરોનાને કારણે શુષ્ક થયેલા માર્કેટમાં સળવળાટ વધ્યો છે. વિવિધ રંગ રૂપ આકાર અને ડેકોરેશન સાથે જોવા મળતાં ગણેશમંડળોની શોભા જોવા માટે લોકો રાત્રિના સમયે સડકો પર નીકળતાં રાત્રિ પણ ચમકદાર બની છે. ત્યારે ભારત સહિત નવસારીમાં દૂધમાં સાકરની જેમ ભળેલા પારસી સમાજે હિન્દુ સંસ્કૃતિને પણ અપનાવી છે. જૂનાથાણા વિસ્તારમાં છેલ્લાં 40 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે, જેમાં 17 વર્ષથી પારસી યુવાનો આસ્થા સાથે મંડળ ચલાવી રહ્યા છે. પારસી પરિવાર પોતાની અસ્સલ ઓળખ સાથે જ પૂજા-અર્ચના પણ કરે છે અને હિન્દુ સમાજની જેમ જ બાપાના લાડકોડ કરે છે.

દુંદાળા દેવ ગણપતિ પ્રત્યે અખૂટ શ્રદ્ધા
પારસી સમાજ પોતાની પારંપરિક આસ્થા અનુસાર જળ અને અગ્નિની પૂજા કરતો આવ્યો છે અને તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી છતાંય જૂનાથાણા ખાતે રહેતા પારસી યુવાન મહેરનોઝ ખંભાતાને દુંદાળા દેવ ગણપતિ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને લાગણી છે. ગણેશોત્સવની આ યુવાન સમગ્ર વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જુએ છે અને સામાન્ય રીતે એક મંડળ ગણેશોત્સવનો જેટલો ખર્ચો ઉઠાવે છે એનાથી અધિક ખર્ચ ગણપતિ બાપાના આગમનનું સ્થાપન અને વિસર્જન આ યુવાન કરે છે.

બાપાના ઘૂંટણ પર પ્રસાદ મૂકીને બાધા પૂર્ણ કરાય છે
સર્વ ધર્મ અને સંભાવના માનતા આ ગણેશમંડળમાં મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ અને પારસી સહિતના અન્ય સમાજના લોકો પણ આસ્થા સાથે ગણપતિ બાપા સામે શીશ ઝુકાવે છે. આજે જ્યારે ભારતમાં ધાર્મિક સાંપ્રદાયની વાતોથી વિવાદ જન્મે છે ત્યારે આ ગણેશમંડળ દરેક ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવસારીના રાજા તરીકે ઓળખાતા બાપાની એક બીજી પણ વિશેષતા છે કે જે પણ સ્ત્રી-પુરુષોને પગના સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો તેઓ અહીં બાધા લીધા બાદ આરામ મળે તો બાપાના ઘૂંટણ પર પ્રસાદ મૂકીને પોતાની બાધા પૂર્ણ કરે છે.

દરેક ધર્મનો આદર
હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે આવી પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા. એમાં ઇરાનના સારી જેવું શહેર લાગતા પારસીઓ નવસારીમાં વસ્યા અને પોતાનું બનાવ્યું. ઇરાનથી લાવેલા પાક આરસ બહેરામ (અગ્નિદેવ)ને નવસારીમાં અગિયારી બનાવી ઘણાં વર્ષો સુધી સાચવ્યો હતો. ત્યારે અનોખો ગણેશભક્ત આ પારસી યુવાન દરેક ધર્મનો આદર આપવાની વાત કહે છે.

અન્ય સમાચારો પણ છે...